Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

પૂ. રણછોડદાસજીબાપુના આશ્રમે શ્રી રામચરિત માનસજીનાં પાઠઃ સાધૂ સંતોની પધરામણી

રાજકોટઃ પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ (સદ્દગુરૂ સદન ટ્રસ્‍ટ) રાજકોટ દ્વારા ગુપ્‍ત નવરાત્રિ નિમિતે મહાસુદ-૧ થી મહા સુદ-૯ સુધી શ્રી રામચરિત માનસજીનાં નવાહ પાઠનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે. આ પાઠમાં ઉપસ્‍થિત રહેવા ભારતભરમાંથી ચિત્રકુટ, અયોધ્‍યા, વૃંદાવન, હરિદ્વારા, નેપાળ, નૈમીશારણ, ઋષિકેશ, મથુરા, પ્રયોગરાજ, બનારસ વિગેરે જગ્‍યાએથી ૩૦૦ સંત ભગવાનની પધરામણી થઇ છે, જેઓને દરરોજ પૌષ્‍ટીક બાલભોગ, ભંડારો તથા બ્‍યાહારૂ ભોજન (ગાયના દુધ સાથે) આપવામાં આવે છે. જેમાં બાલભોગના દાતા (૧) અલ્‍પાબેન મિતુલભાઇ જસાણી (ર) પ્રવિણચંદ્ર દુર્લભજી જસાણી (૩) ભરતભાઇ રાજદેવ (૪) લાલજીભાઇ સીરોયા, (પ) શિવાભાઇ સીરોયા, (૬) લાલજીભાઇ સીરોયા, (૭) રજનીકાંતભાઇ જોષી, ઇડર, (૮) અનીલભાઇ દાવડા, જામનગર, (૯) નિતિનભાઇ ગાથાણી, પૂણે. સંત ભગવાનનો ભંડારોઃ- સંત ભગવાનનો ભંડારોના દાતા (૧) અલ્‍પાબેન મિતુલભાઇ જસાણી (ર) શ્રી નીલાંગભાઇ ઢોલરીયા (૩) શ્રી જે. કે. શાહ, મુંબઇ (૪) ભરતભાઇ નથવાણી (પ) શ્રી કિશોરભાઇ જસાણી (૬) શ્રી પ્રવિણભાઇ વસાણી (૭) શ્રી કિશોરભાઇ કોટક (૮) શ્રી જાનકીબેન હરેનભાઇ નંદાણી, (૯) શ્રી જયેશભાઇ દાવડા બ્‍યાવરૂભોજનના દાતા (૧) અલ્‍પાબેન મિતુલભાઇ જસાણી (ર) શ્રી વિજયભાઇ તન્‍ના, વાપી (૩) વિમલભાઇ પ્રવિણભાઇ પોપટ, અમરેલી (૪) નારણભાઇ અકબરી (પ) સ્‍વ. બીપીનભાઇ વસાણી, હસ્‍તે જસુબેન વસાણી, (૬) પરેશભાઇ લાખાણી, (૭) શ્રી દેવયાનીબેન ચેતનભાઇ હિંડોચા (૮) મિનાક્ષીબેન ધામી, (૯) સ્‍વ. ચંદુભાઇ કલ્‍યાણજીભાઇ ચંદારાણા, રાજકોટએ લાભ લીધો છે. જયારે સંત ભગવાનની દુધ સેવાનો લાભ નિરવભાઇ શુકલા, યુ. કે. એ લીધો હોવાનું સદ્દગુરૂ સદન ટ્રસ્‍ટ (મો. ૯પ૮૬૩ ૦૮૧૭૮) ની યાદીમાં જણાવાયું છે. 

(4:14 pm IST)