Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

ત્રણ શ્રેષ્‍ઠીઓના જન્‍મદિનની ઉજવણી

જયુબેલી ચોક સ્‍થિત સંસ્‍થાઓના ત્રણ વરિષ્‍ઠ કાર્યકર્તાઓનો જન્‍મ દિવસ ભારત સેવક સમાજ, રેસકોર્ષની ભૂમિ ઉપર એક સાથે ઉજવાયો. ૭૯ વર્ષમાં પ્રવેશતા સમાજ સેવા સંગઠક યશવંતભાઇ વરિષ્‍ઠ સામાજીક કાર્યકર્તા સુધીરભાઇ જોષીનો તથા યુથ ફોર ડેમોક્રેસીના પ્રમુખ એડવોકેટ હિંમતભાઇ લાબડીયાનો જન્‍મ દિવસ ઉજવાતા તેઓને દીર્ઘાયુષ્‍ય મળે તે માટેની સામુહિક પ્રાર્થના કરવા ભારત સેવક સમાજના માનદ મંત્રી જનાર્દનભાઇ પંડયાએ સાથી કાર્યકર્તાઓનો નાનો સરખો મિલન સમારોહ યોજેલ. આ પ્રસંગે તમામ કાર્યકર્તાઓ વતી ભૂતપૂર્વ આચાર્ય રસિકભાઇ નિમાવતે શાલ ઓઢાડી અને પુષ્‍પગુચ્‍છ આપી અભિવાદન કરેલ. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્‍ય અને ગુજરાત સરકારના મંત્રી જયંતિભાઇ કાલરીયા, મજદૂર આગેવાન બાબુભાઇ માવાણી, લોકવિજ્ઞાન કેન્‍દ્રના નિયામક ડો. રમેશભાઇ ભાયાણી રાષ્‍ટ્રીય સેવા યોજનાના પુર્વ નિયામક જે. એમ. પનારા, સુરેશભાઇ પરમાર, વૈચારિક અગ્રણી કનકભાઇ પંડયા, અતુલભાઇ જોશી, રામભાઇ જામંગ, રાજેશભાઇ ગોંડલીયા, આર. વી. સોલંકી, ડો. એસ. એચ. વિરડીયા, કિશોરભાઇ ચંદારાણા, હસુમુખભાઇ સોલંકી, વામનભાઇ પંડયા, હિતેષભાઇ માવાણી, નયનભાઇ પંચોલી, જનકભાઇ કુબાવત, મહિલા અગ્રણીઓ મધુરિકાબેન જાડેજા, હિનાબેન કનેરીયા વિગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમની વ્‍યવસ્‍થા ધર્મેન્‍દ્રભાઇ ગઢવી અને અશોકભાઇ ચાવડાએ સંભાળેલ હતી. 

(4:14 pm IST)