Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

ધો.૧૦માં સામાજીક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર એકદમ સહેલુ નિકળતા વિદ્યાર્થીઓ હળવાફુલ

રાજકોટ, તા., ર૩: ગુજરાત માધ્‍યમીક અને ઉચ્‍ચતર માધ્‍યમીક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧રની પરીક્ષા ચાલી રહી છે. આજે ધોરણ-૧૦માં સામાજીક વિજ્ઞાનના પ્રશ્નપત્ર સાથે મહત્‍વના વિષયોની પરીક્ષા પણ પુરી થઇ છે.

ધોરણ-૧૦ માં આજે સામાજીક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર હતું. જે પાઠય પુસ્‍તક આધારીત એકદમ સહેલુ નિકળ્‍યાનો સુર વિદ્યાર્થીઓએ વ્‍યકત કર્યો છે. ધોરણ-૧૦માં  તમામ વિષયોના પ્રશ્નો પત્ર ગુજરાતી, સ્‍ટાન્‍ડર્ડ ગણીત, બેઝીક ગણીત, વિજ્ઞાન, વિષયમાં સૌથી વધુ સહેલુ પ્રશ્નપત્ર આજનું ધોરણ-૧૦નુ સામાજીક વિજ્ઞાનનું રહયું છે. પરીક્ષા કેન્‍દ્રોની બહાર નિકળતા વિદ્યાર્થીઓ ખુબ આનંદમાં હળવાફુલ નજરે પડતા હતા.

ધોરણ-૧૦માં રાજકોટ શહેર-જીલ્લામાં ૩૯૬૪૧ વિદ્યાર્થીઓએ આજનું ધોરણ-૧૦નું સામાજીક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર આપ્‍યું હતું. જયારે ૫૯૦ વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા હતા. એક પણ કોપી કેસ રાજકોટ જીલ્લામાં નોંધાયો નથી.

(3:24 pm IST)