Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

દંડ વસૂલ કરવામાં રાજકોટ રેલ્‍વે ડીવીઝન પ્રથમઅમદાવાદનો રેલ્‍વે સ્‍ટાફ ત્રીજા નંબરે

અમદાવાદ, તા.૨૪: રાજકોટ ડીવીઝન ટીકટ ચેકીંગ સ્‍ટાફે મુસાફરો પાસેથી યોગ્‍ય ટીકીટ વગર અને બુકીંગ વગરના લગેજ માટે ૧ કરોડથી વધારેનો દંડ વસૂલ કર્યો છે.

રેલ્‍વે અધિકારીએ કહ્યું કે રાજકોટ ડીવીઝનના ચેકીંગ સ્‍ટાફના કેડી ઓઝા જે ડેપ્‍યુટી ચીફ ટીકીટીંગ ઇન્‍સપેકટર છે તેના ઉપરાંત ચર્ચગેટ ખાતેની ફલાઇંગ સ્‍કવોડના ડેપ્‍યુટી સીટીઆઇ ઝાહીદ કુરેશી આ બંને અધિકારીઓએ ૧ કરોડ રૂપિયાથી વધારેનો દંડ વસૂલ કરવાની સિધ્‍ધી મેળવી છે.

૨૦૨૨-૨૩ના નાણાંકીય વર્ષમાં ઓઝાએ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં ૧૪૯૨૮ કેસમાં ૧.૧૩ કરોડનો દંડ એકઠો કર્યો છે જયારે કુરેશીએ ૨૦૨૨ના જાન્‍યુઆરીથી ડીસેમ્‍બર સુધીમાં ૧.૦૬ કરોડ દંડ ૧૩૧૧૬ કેસોમાંથી વસૂલ્‍યો છે. ત્‍યાર પછી અમદાવાદ ડીવીઝનના સીનીયર ટીકીટ એકઝામીનર અજમેર સીંઘ છે જેમણે ૧૭૮૦૬ કેસોમાં ૯૩.૪૭ લાખનો દંડ વસૂલ્‍યો છે. અધિકારીઓએ કહ્યું કે મહિલા ટીકીટ ચેકીંગ સ્‍ટાફ પણ પોતાના પુરૂષ સહકર્મચારીઓ કરતા આ બાબતે બહુ પાછળ નથી. અમદાવાદ ડીવીઝનની ડેપ્‍યુટી સીટીઆઇ શૈલ તિવારીએ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં ૭૨૯૩ કેસોમાંથી ૫૪.૭૦ લાખ રૂપિયાનો દંડ વસૂલ્‍યો છે અને તેમના પછી ચર્ચગેટ ફલાઇંગ સ્‍કવોડના સીટીઆઇ ગીતાબેન વસાવા આવે છે જેમણે ૭૦૮૫ કેસોમાંથી ૫૧.૧૯૧ લાખ રૂપિયાનો દંડ વસૂલ્‍યો હતો.

(1:22 pm IST)