Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

વૈશાલીનગરના જયુ ચુડાસમાએ હરિપરના રસ્‍તે ઝેર પીધું

રાજકોટ તા. ૨૪: રૈયા રોડ પર વૈશાલીનગર-૧માં રહેતાં જયુ વિજયભાઇ ચુડાસમા (ઉ.૨૫) નામના યુવાને લોધીકાના હરિપરના રસ્‍તે ઝેર પી લેતાં સારવાર માટે સિવિલમાં ખસેડાયા બાદ રાતે જ રજા લીધી હતી. તે બે ભાઇમાં મોટો અને કુંવારો છે. સીસીટીવીનું કામ કરે છે. આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે લોધીકા પોલીસ તપાસ કરે છે.

(3:35 pm IST)