Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

પ્રા. મંથન જોષી પીએચડી થયા

રાજકોટ તા.૨૪ : શહેરની આત્‍મીય યુનિવર્સિટીના કોમર્સ વિભાગના અધ્‍યાપક અને જાણીતા યુવા ગાયક - ગિટાર વાદક પ્રા. મંથન જોષીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોમર્સ ભવનના ડો. ચિત્રલેખા ધાધલના માર્ગદર્શન હેઠળ એક વિશિષ્ટ વિષય ‘બ્રાન્‍ડ લોયલ્‍ટી ઈન ટૂથપેસ્‍ટ કંઝ્‍યુમર્સ ઓફ ગુજરાત' પર નિરંતર છ વર્ષ સુધી સંશોધન કરી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરવાની સિધ્‍ધિ હાંસલ કરી છે.

પ્રા. મંથન જોષી અધ્‍યાપક હોવા ઉપરાંત યુવા ગાયક, સ્‍વરકાર અને ગિટાર વાદક તરીકે જાણીતા છે. આત્‍મીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને યુવક મહોત્‍સવની સાંસ્‍કૃતિક સ્‍પર્ધાઓ માટે પણ તેઓ આજની યુવા પ્રતિભાઓને માર્ગદર્શન અને તાલીમ આપે છે. પ્રા. મંથન જોષી ગુજરાતી ભાષા સાહિત્‍ય ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્‍યક્ષ મનોજભાઈ જોશીના સુપુત્ર છે.પ્રા. મંથન જોષીના મો. ૯૦૩૩૩૮૧૮૯૪ પર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(5:22 pm IST)