Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

દર્શન એન્‍જિનિયરીંગ કોલેજ ખાતે ‘રોડ સેફટી અવેરનેસ' કાર્યક્રમ યોજાયો

‘જનતાએ સાવચેતી પૂર્વક વાહન ચલાવી અકસ્‍માત બાબતે ગંભીર થવાની જરૂર' : આર.ટી.ઓ. કેતન ખપેડ

રાજકોટ તા. ૨૪ : રાજકોટ આર.ટી.ઓ અને ટ્રાફિક વિભાગના સંયુક્‍ત ઉપક્રમે દર્શન એન્‍જિનિયરીંગ કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં રોડ સેફટી વિષયક જન-જાગૃતિ આવે તે હેતુસર રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને સીટબેલ્‍ટ, હેલ્‍મેટ, ટ્રાફિકના નિયમો અને શહેરમાં આવેલા બ્‍લેક સ્‍પોટ બાબતે જાણકારી પૂરી પાડીને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા જણાવાયું હતું.

આ તકે આર.ટી.ઓ અધિકારીશ્રી કેતન ખપેડે વધુ પડતી વાહનની સ્‍પીડ અકસ્‍માતમાં પરિણમી શકે છે ત્‍યારે નાગરીકઓએ ટ્રાફિક નિયમોનું પાલન કરીને, ઓવર સ્‍પીડમાં વાહન ચલાવવાનું ટાળીને અકસ્‍માત બાબતે ગંભીર થવા જણાવ્‍યું હતું. તેમજ ટ્રાફિક ડી.સી.પી.રી પૂજા યાદવ, એ.સી.પી. શ્રી જે.બી.ગઢવી અને રોડ સેફટી સલાહકાર શ્રી જે.વી.શાહે પણ વિદ્યાર્થીઓને રોડ સેફટી અંગે જરૂરી સુચનો અને માર્ગદર્શન પુરૂં પાડ્‍યું હતું.

(4:49 pm IST)