Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

કોરોનાએ સ્‍પીડ પકડી : ગઇકાલે ૧૫ કેસ નોંધાયા

કાલાવડ રોડ, નિર્મલા રોડ, કણકોટ રોડ, પોપટપરા, મવડી ચોકડી, મુંજકા, નાના મૌવા સહિતના વિસ્‍તારોના ૮ મહિલા તથા ૭ પુરૂષોના રિપોર્ટ પોઝિટિવ

રાજકોટ તા. ૨૪ : શહેરમાં છેલ્લા ૩-૪ દિવસથી કોરોનાના ૧૫ થી ૧૬ કેસ નોંધાઇ રહ્યા છે, ત્‍યારે ગઇકાલે ગુરૂવારે પણ ૧૫ કેસ આવતા લોકો ચિંતા સાથે સાવચેત બન્‍યા છે. માસ્‍કનો ઉપયોગ સ્‍વેચ્‍છાએ કરવા લાગ્‍યા છે. મનપાની આરોગ્‍ય શાખાની યાદી મુજબ ગઇકાલે તા. ૨૩ના રોજ ૧૫ લોકો સંક્રમિત બન્‍યા હતા. જેમાં ૮ મહિલાઓ તથા ૭ પુરૂષોનો સમાવેશ થાય છે. આ ૧૫ લોકોમાંથી ૬ એ કોરોના રસીના ૩ ડોઝ લીધા છે અને અન્‍ય ૯ લોકોએ બે ડોઝ મુકાવ્‍યા છે. ૨૭ વર્ષથી લઇને ૭૨ વર્ષના ૧૫ લોકોમાંથી એકની ટ્રાવેલીંગ હીસ્‍ટ્રી છે, જ્‍યારે એક વ્‍યકિત અન્‍ય કોરોના દર્દીના સંપર્કમાં આવેલ છે.

સંક્રમિત થયેલ નાગરિકો અયોધ્‍યા રેસીડેન્‍સી, એસ્‍ટ્રોન સોસાયટી, શાષાીનગર, ૧૫૦ ફુટ રીંગ રોડ, મવડી ચોકડી, સાંઇબાબા સોસાયટી, યોગીનિકેતન સોસાયટી, મુંજકા, નાનામૌવા, વિદ્યાનગર, પારસ સોસાયટી, કણકોટ રોડ તથા પોપટપરા વિસ્‍તારના રહેવાસીઓ છે. તમામના આરટીપીસીઆર ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હતા.

(5:05 pm IST)