Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ગુલાબનગર પાસેથી દારૂ પી કાર લઇને નીકળેલો હાર્દિક તેરૈયા પકડાયો

સાંઇબાબા સર્કલ પાસેથી નિકુંજ પરસાણા દારૂ પી બાઇક લઇને નીકળતા પકડાયો

રાજકોટ,તા.૨૪ : શહેરના જુદા-જુદા બે વિસ્તારમાંથી આજીડેમ પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન દારૂ પી કાર અને બાઇક ચલાવી નીકળેલા બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલની સૂચનાથી વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. ત્યારે આજીડેમ પોલીસ પોલીસ મથકના પીઆઇ વી.જે.ચાડવાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એમ.ઝાલા, એ.એસ.આઇ યશવંતભાઇ ભગત, હેડ કોન્સ. કૌશેન્દ્રસિંહ, જયપાલભાઇ, કુલદીપસિંહ, શૈલેષભાઇ, ઉમેદભાઇ તથા ભીખુભાઇ સહિત વાહન ચેકીંગમાં હતા ત્યારે કોઠારિયા રોડથી ગુલાબનગર તરફ જતા જીજે૩એચકે૯૦૧૮ નંબરની હોન્ડ સીટી કારને રોકી તલાશી લેતા ચાલક હાર્દિક જયેશભાઇ તેરૈયા (ઉવ.૨૧) (રહે. રેલનગર શીવમપાર્ક શેરી નં. ૫ બ્લોક નં.૪) નશો કરેલી હાલતમાં જણાતા તેને પકડી કાર્યવાહી કરી હતી. બાદ સાઇબાબા સર્કલ પાસેથી દારૂપી જીજે૩કેડી૯૮૫૭ નંબરનું બાઇક લઇને નીકળેલા નિકુંજ બાવાલાલભાઇ પરસાણા (ઉવ.૩૩) (રહે. શ્રીરામ પાર્ક શેરી નં. ૪ નવનીત હોલ પાસે) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. 

(3:36 pm IST)