Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

સગીરાને લિફટમાં પુરી નિર્લજજ્ હુમલો કરી ધમકી આપનારા મહેશ વાંજાને મહિલા પોલીસે દબોચ્યો

પોકસો એકટના ગંભીર ગુનામાં શહેર IUCAW યુનિટની ટીમની કાર્યવાહી

રાજકોટઃ શહેરના વાવડી પરીન ફર્નિચર પાછળ આવકાર સીટી એપાર્ટમેન્ટ બ્લોક નં. ૨૦૩માં રહેતાં મહેશ દેવજીભાઇ ચનાભાઇ વાજા (ઉ.વ.૨૦) નામના શખ્સ વિરૂધ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં કલમ- ૩૫૪ (એ), ૩૫૪ (ડી),  ૩૨૩, ૫૦૪, ૫૦૬(ર) તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨ની કલમ ૮,૧૨ મુજબ ગુનો નોંધાયો હતો. આ અંગેની તપાસ  ત્શ્ઘ્ખ્ષ્  યુનિટને સોપતા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં આ કાર્યવાહી કરવામાં આવી છે.  ફરીયાદીની સગીર વયની ૧૪ વર્ષની દિકરીને ફ્રેન્ડશીપ કરવા દબાણ કરી સતત પીછો કરી લીફટમાં તથા તેણીના દ્યરે એકાંત મળતા ઇચ્છા વિરૂધ્ધ શારીરિક અડપલા કરી આ વાત કોઇને કહીશ તો તારા માતા-પિતા તથા ભાઇને મારી નાખીશ તેવી ધમકી આપી હોવાનો ગુનો દાખલ થયો હતો. આ કામગીરી મહિલા પોલીસ મથકના પીઆઇ એસ.આર.પટેલ, પીએસઆઇ એ.જે.લાઠીયા, એએસઆઇ દિયાબેન એવિયા, હેડકોન્સ હિતેન્દ્રભાઇ ગઢવી, કોન્સ. હસમુખભાઇ બાલધા, ત્શ્ઘ્ખ્ષ્ યુનિટ, રાજકોટ શહેરની ટીમેપોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા તથા એસીપી દક્ષિણ જે. એસ. ગેડમની સુચના અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આરોપીને કોર્ટ હવાલ કરવા તજવીજ થઇ હતી.

(3:21 pm IST)