Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

૧૦ વર્ષથી મારામારીના ગુનામાં ફરાર સલિમને પ્ર.નગર પોલીસે પકડી લીધો

અગાઉ હત્યા, હત્યાની કોશિષ, રાયોટ સહિત ૬ ગુનામાં સંડોવણી

રાજકોટઃ મારામારી અંગે પ્ર.નગર પોલીસમાં નોંધાયેલા ગુનામાં સતત ૧૦ વર્ષથી ફરાર ભગવતીપરા જયપ્રકાશનગર-૧૪/૮ના શખ્સને પ્ર.નગર પોલીસે પકડી લીધો છે. આ શખ્સ વિરૂધ્ધ અગાઉ બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હત્યા, હત્યાની કોશિષ, રાયોટીંગ, મારામારી સહિતના ૬ ગુના નોંધાઇ ચુકયા છે.

પ્ર.નગરના કોન્સ અક્ષયભાઈ ડાંગર તથા કોન્સ. મહાવીરસિંહ જાડેજાને મળેલી બાતમીને આધારે સલીમ ઉર્ફે સલીયો ઉર્ફે સલુડો હનીફશા શાહમદાર (ઉ.વ.૩૧, રહે. ભગવતીપરા જયપ્રકાશનગર ૧૪/૮ નો ખુણો)ને પકડી લેવાયો હતો. આ કામગીરી પીઆઇ એલ.એલ. ચાવડા, પીએસઆઇ કે. ડી.પટેલ, હેડકોન્સ દેવશીભાઇ ખાંભલા, કોન્સ યુવરાજસિંહ જાડેજા, પ્રદીપસિંહ ગોહિલ, મહાવીરસિંહ જાડેજા, અક્ષયભાઈ ડાંગર, અશોકભાઈ હુંબલ સહિતે પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી પી.કે.દિયોરાની સુચના હેઠળ કરી હતી.

(3:23 pm IST)