Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

વાહ! કારદિર્કીલક્ષી શિક્ષણ અને સંશોધન માટે સ્કોલરશીપ આવી ગઇઃ કરો અરજી

મિકેનિકલ, કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ, ઇલેકટ્રીકલ, જયોટેનિકલ તથા સંબંધિત વિષયોમાં પી.એચ.ડી. કરનાર માટે પોસ્ટ ડોકટરલ ફેલોશીપઃ સિવિલ એન્જીનીયરીંગમાં બી.ઇ./બી.ટેક/એમ.ઇ./એમ.ટેક થયેલાઓ માટે પણ તક : ધોરણ ૧૦-૧ર પાસ માટે, ITI, પોલિટેકિનક, ડીપ્લોમાં, ગ્રેજયુએશન કોર્ષ કરવા માટે પણ શિષ્યવૃતિ ઉપલબ્ધ

રાજકોટ તા. રપ :.. માહિતી અને ટેકનોલોજીની આજની ર૧ મી સદી તથા ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં ઉચ્ચ શિક્ષણ અને જ્ઞાનને જ સાચી મૂડી ગણવામાં આવે છે. આજનું યુવાધન પણ ઉચ્ચ શિક્ષણ મેળવીને પોતાનું ભવિષ્ય સલામત બનાવવા સતત પ્રયત્નશીલ રહે છે. કારકિર્દી લક્ષી જીવનોપયોગી તથા સમાજોપયોગી શિક્ષણ મેળવવા હાલમાં ઘણી બધી સ્કોલરશીપ પણ ઉપલબ્ધ છે. આ તમામ ફેલોશીપ-શિષ્યવૃતિઓ ઉપર એક નજર કરીએ તો...

* IIT રોપડ ડીપાર્ટમેન્ટ ઓફ મિકેનિકલ એન્જીનીયરીંગ (DME) પોસ્ટ ડોકટરલ ફેલોશીપ ર૦ર૧ અંતર્ગત ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી રોપડ દ્વારા આ ફેલોશીપ આપવામાં આવે છે. પસંદ થનાર ઉમેદવારોએ 'વોટર પ્યુરીફીકેશન યુઝીંગ સોલાર એનર્જીડ્રીવન હ્યુમિડીફીકેશ-ડી હ્યુમિડીફીકેશન (HDH) ટેકનીક' નામના પ્રોજેકટ ઉપર કામ કરવાનું થશે.

- અરજી કરવા માટેની પાત્રતા

જે ઉમેદવારો મિકેનિકલ એન્જીનીયરીંગમાં પી.એચ. ડી. થયા હોય તથા જેઓએ જાહેરાતની તારીખ પહેલાના ત્રણ વર્ષોથી અંદર પી.એચ.ડી. પૂર્ણ કર્યુ હોય અથવા તો જેઓએ પોતાનો પી. એચ. ડી. થીસીસ જમા કરાવી દીધો હોય તેવા ઉમેદવારો તારીખ ર૬-૩-ર૦ર૧ સુધીમાં ફકત ઇ-મેઇલ દ્વારા અરજી કરી શકે છે. ઉમેદવારો પાસે હીટ એન્ડ માસ ટ્રાન્સફર તથા ન્યુમેરિકલ ટૂલ (મેટલેબ અથવા સ્કિલેબ વિગેરે) વિષયની સારી જાણકારી હોવી જોઇએ. ઉપરાંત ખૂબ સારી લેખિત તથા મૌખિક કોમ્યુનિકેશન સ્કિલ અને વિવિધ કાર્યો પ્રભાવી રીતે કરવાની ક્ષમતા હોવી જરૂરી છે. પસંદ થનાર ઉમેદવારોને માસિક પપ હજાર રૂપિયા સુધી ફેલોશીપ મળશે.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/RME3

*  કીપ ઇન્ડિયા સ્માઇલિંગ ફાઉન્ડેશનલ સ્કોલરશીપ પ્રોગ્રામ અંતર્ગત કોલગેટ-પામોલિવ (ઇન્ડિયા) લિમિટેડ દ્વારા પોસ્ટ મેટ્રીક (ધોરણ ૧૦ પછી) તથા ગ્રેજયુએશન કક્ષાએ શિક્ષણ લેતા વિદ્યાર્થીઓને પોતાની શૈક્ષણીક પ્રવૃતિ આગળ વધારવા માટે આર્થિક સહયોગ આપવામાં આવે છે.

- અરજી કરવા માટેની પાત્રતા

વિદ્યાર્થીઓએ ર૦૧૯ની બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા ૭પ ટકા સાથે ધોરણ ૧૦ અથવા ઓછામાં ઓછા ૬૦ ટકા સાથે ધોરણ ૧ર પાસ કર્યુ હોવું જોઇએ. તથા ઉચ્ચતર માધ્યમિક, ત્રણ વર્ષનો સ્નાતક કોર્ષ, ચાર વર્ષનો એન્જીનીયરીંગ કોર્ષ, ડીપ્લોમાં પ્રોગ્રામ તથા ક્રમશઃ એક વર્ષના વ્યવસાયિક કોર્ષના શિક્ષણ માટે સ્કોલરશીપ સંદર્ભે અરજી કરી શકે છે. અરજદારના પરિવારની વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયાથી  ઓછી હોવી જોઇએ.

પસંદ થનાર વિદ્યાર્થીઓને વર્તમાન કક્ષા પ્રમાણેના શિક્ષણ માટે ત્રણ વર્ષ સુધીના શિક્ષણ સંદર્ભે વાર્ષિક ૩૦ હજાર સુધીની શિષ્યવૃતિ-ઇનામ મળવાપાત્ર થશે. ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ ૩૦-૪-ર૦ર૧ છે.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/KISSPO1

* IIT  દિલ્હી SIRE પોસ્ટ  ડોકટરલ ફેલોશીપ ર૦ર૧ અંતર્ગત ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી દિલ્હી દ્વારા મિકેનિકલ, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ, ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગ તથા સંબંધિત વિષયોમાં પી.એચ.ડી. કરવાવાળા વિદ્યાર્થીઓ પાસેથી પોસ્ટ ડોકટરલ ફેલોશીપ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ભારતના નાગરીકો, ભારતીય મૂળના વ્યકિતઓ (PIO)  તથા ભારતના પ્રવાસી નાગરિકો  (OCI)   અરજીપાત્ર છે. સંશોધનના ઉદેશ્ય સાથે વધુમાં વધુ ત્રણ વર્ષો માટે નિમણુંક કરવામાં આવશે.

- અરજી કરવા માટેની પાત્રતા

ભારતના નાગરિકો, ભારતીય મૂળના વ્યકિતઓ અથવા ભારતના પ્રવાસી નાગરિકો કે જેઓએ માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાંથી યુનિવર્સિટીમાંથી મિકેનિકલ, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ, ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગમાં તથા સંબંધિત વિષયોમાં પ્રથમ ભાગ અથવા છેલ્લી બે ડીગ્રીઓમાં સમાન લાયકાત (પી. એચ. ડી. ધારકો) ધરાવતા હોય તેઓ તારીખ ર-૪-ર૦ર૧ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. પસંદ થનાર ઉમેદવારને માસિક ૬૦ હજાર રૂપિયા તથા અન્ય લાભો મળવાપાત્ર થશે.

ઉમેદવારો પાસે માન્ય આંતરરાષ્ટ્રીય મેગેેઝીન (ISSN) અથવા પ્રતિષ્ઠિત સંમેલનો (કોન્ફરન્સ) માં  ઓછામાં ઓછા ત્રણ આર્ટીકલ પ્રથમ લેખક રૂપમાં હોવા જોઇએ. પુરૂષ ઉમેદવારો માટે ૩૨ વર્ષથી વધુ તથા મહિલા ઉમેદવારો માટે ૩૫ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઇએ.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/IIP6

* NIT સુરથકલ ડીપાર્ટમેન્ટ ઓફ સિવિલ એન્જીનીયરીંગ રીસર્ચ એસોસીએટશીપ -૨૦૨૧ અંતર્ગત નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, કર્ણાટક, સુરથકલ દ્વારા એક આર એન્ડ ડી પ્રોજેકટ માટે એસોસીએટશીપ આપવામાં આવે છે. પ્રોજેકટનું શીર્ષક 'દક્ષિણ કન્નડ કિનારા ઉપર નદીના પુરના પાણીનો પ્રભાવ : જળ સંસધાન વિકાસ માટે એક કાયમી રણનીતિ' છે.

- અરજી કરવા માટેની પાત્રતા

૩૫ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા 'ગેટ' કવોલીફાઇડ ઉમેદવારો કે જેઓ જીયોટેકિનકલ એન્જીનીયરીંગમાંથી એચ.ડી.થયેલ હોય અને જેઓની પાસે GIS અથવા એકસપીરીમેન્ટલ જીયો ટેકિનકસ ક્ષેત્રનો અનુભવ હોય તેઓ તારીખ ૩-૪-૨૦૨૧ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારો પાસે સિવિલ એન્જીનીયરીંગમાં બી.ઇ./બી.ટેક તથા એમ.ઇ./ એમ.ટેકની ડીગ્રી હોવી જોઇએ. પસંદ થનાર ઉમેદવારને માસિક ૩૬ હજાર રૂપિયા ઉપરાંત HRA મળવાપાત્ર થશે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/KRA4

* પિયાજીયો 'શિક્ષા સે સમૃધ્ધિ' સ્કોલરશીપ ફોર કલાસ ૧૦/૧૨ પાસ સ્ટુડન્ટસ ૨૦૨૦ -૨૧ અંતર્ગત પિયાજીયો વ્હીકલ્સ પ્રાઇવેટ લિમિટેડ (PVPL) તિપહિયા સમુદાયના ડ્રાઇવર્ર્સ / માલિકોના બાળકો કે જેઓ ધોરણ ૧૦/૧૨ પાસ છે અને આગળ ITI / પોલીટેકિનક/ડીપ્લોમા/ સ્નાતક અભ્યાસક્રમોમાં શિક્ષણ મેળવે છે તેઓને આર્થિક સહયોગ આપે છે.

- અરજી કરવા માટેની પાત્રતા

આ સ્કોલરશીપ થ્રી વ્હીલર સમુદાયના ડ્રાઇવર્સ/ માલિકોના બાળકો કે આશ્રિતોને આપવામાં આવે છે કે જેઓ ઓછામાં ઓછા ૫૫ ટકા સાથે ધોરણ ૧૦/૧૨માં પાસ થયા હોય. (ધોરણ ૧૧/૧૨ માં શિક્ષણ મેળવવા માટે ૬૦ ટકા જરૂરી) ઉપરાંત વિદ્યાર્થીઓ/ બાળકો ભારતમાં માન્યતા પ્રાપ્ત સંસ્થાનોમાં ધોરણ ૧૧/૧૨/ ITI / પોલીટેકિનક/ડીપ્લોમા/ સ્નાતક કે પછી ગ્રેજ્યુએશન કોર્ષમાં અભ્યાસ કરતા હોવા જરૂરી છે. તેઓના પરિવારની વાર્ષિક આવક ૩ લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જરૂરી છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને કુલ ફીની ૮૦ ટકા રકમ અથવા વધુમાં વધુ વાર્ષિક ૨૦ હજાર રૂપિયા સુધીની શિષ્યવૃતિ મળવાપાત્ર થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧-૩-૨૦૨૧ છે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/PSD1

ઉચ્ચ શિક્ષણ મેળવીને સોનેરી ભવિષ્ય બનાવવા માટે હાલમાં ઉપયોગી સ્કોલરશીપ ઉપલબ્ધ છે ત્યારે યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, આત્મવિશ્વાસ, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે સૌને ઓલ ધ બેસ્ટ.

સવારે ચા સાંજે અકિલા આ કાપલી સાચવી રાખો

સૌજન્ય

સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

(11:34 am IST)