Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

ચેક રિટર્નના કેસમાં સજા પામેલ આરોપીનો અપીલ ચાલતા દરમ્યાન જામીન પર છૂટકારો

રાજકોટ તા. રપઃ સાત વર્ષ જુના નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળના ગુનાના કામે સજા પામેલ આરોપીને જામીન ઉપર સેસન્સ અદાલતે છોડવાનો હુકમ કર્યો હતો.

ગત તા. ર૩-ર-ર૧ના રોજ સાત વર્ષ જુના નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ચેક રીર્ટનના કેસમાં રાજકોટના ફરીયાદી હરેશ ગોકળભાઇ મોણપરીયાએ આરોપી રમેશ મોહનભાઇ પ્રજાપતીની સામે રાજકોટની અદાલતમાં સ્ટીલ પાઇપની ખરીદ પેટે આપેલ રૂપિયા ર,૪૮,૦૦૦/- નો ચેક પરત ફરતા કરેલ ફરીયાદ લોઅર કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને દોઢ વર્ષની સજા તથા ચેકની રકમનું વળતર ચુકવવા હુકમ કરતા આરોપીએ રકમ ન ભરતા કોર્ટએ જેલમાં મોકલી આપેલ.

આ અંગે આરોપીએ સેસન્સ અદાલતમાં અપીલ દાખલ કરેલ એપેલન્ટ કોર્ટમાં આરોપી તરફે રોકાયેલ વકીલશ્રીએ એવી રજુઆત કરેલ કે આરોપીને ચેક રીર્ટન અંગેની નોટીસ મળતા લોઅર કોર્ટમાં વકીલ સાથે હાજર થયેલ ત્યારબાદ વકીલશ્રીએ કોઇ તારીખની જાણ કરેલ નહીં એપેલન્ટને કાયદાનું કોઇ જ્ઞાન ન હોય વકીલના ભરોશે કોર્ટમાં હાજર રહેલ નહીં કે આરોપી સામેનો કેસ લોઅર કોર્ટમાં એકતરફી ચાલી ગયેલ હોય ગુણદોશ ઉપર કેસ ચાલેલ ન હોય બચાવની તક મળેલ ન હોય જેથી એપેલન્ટ કોર્ટમાં અપીલ દાખલ કરેલ હોય અપીલ ચાલતા ઘણો સમય લાગે તેમ હોય તેમજ આરોપીને નાના બાળકો હોય આરોપીની પત્ની ગર્ભવસ્થ હોય જવાબદારી આરોપી ઉપર હોય જેથી અપીલનો નિકાલ ન આવે ત્યાં સુધી જામીન ઉપર છોડવા રજુઆત દલીલ કરતા આરોપીને રૂપિયા સાઇઠ હજાર પુરા રોકડા ડીપોઝીટ પેટે બે માસમાં જમા કરાવવા રૂપિયા ૧પ,૦૦૦/-ના જામીન રજુ કરીયે મુકત કરવો તેવો હુકમ સેસન્સ અદાલત જજ શ્રી જૈને કરેલ છે.

આ કામમાં એપેલન્ટ તરફે એડવોકેટ શ્રી રોહીન બી. ઘીયા તથા હર્ષ આર. ઘીયા રોકાયેલ હતા.

(3:27 pm IST)