Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

ચેક રિટર્ન કેસમાં આરોપીને ૨૧ લાખનું વળતર ચુકવવા અને એક વર્ષની સજાઃ વળતર ન ચુકવે તો વધુ સજાનો હુકમ

રાજકોટ,તા. ૨૫: હાથ ઉછીના વ્યવહારની રકમ પરત ચુકવવાના ચેક રીર્ટન થયાના કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા રૂ.૨૧,૦૦,૦૦૦નું વળતર જો દિવસ -૬૦માં ફરીયાદીને વળતર ન ચુકવે તો વધુ ૬ માસની સજાનો હુકમ રાજકોટ કોર્ટે ફરમાવેલ હતો.

આ કેસની વિગત મુજબ ફરીયાદી અતુલભાઇ ધરમશીભાઇ અણદાણી રહે. નારાયણનગર મેઇન રોડ, પેડક રોડ, બરફના કારખાના વાળો રોડ, પાણીના ઘોડા પાસે, રાજકોટ વાળા પાસેથી આરોપી હરેશભાઇ પરસોતમભાઇ મુંગલપરા ઠે. ઇન્દ્રપ્રસ્થ -૧, શેરી નં. ૧ ભગવતી હોલ નજીક, મોરબી રોડ, રાજકોટનાએ ફરીયાદી પાસેથી હાથ ઉછીના રકમ રૂ. ૨૧,૦૦,૦૦૦ અંકે રૂપિયા એકવીસ લાખ પુરા ચુકવવા માટેનો ચેક આપેલ હતો. જે ચેકની રકમ વસુલ થવા માટે બેન્ક ખાતામાં રજુ કરતા, આ ચેક રીટર્ન થયેલ હતો જે અંગેની નોટીસ આરોપીને આપેલ હતી. જે તેઓને મળી ગયેલ હતી તેમ છતા પૈસા ન ભરતા ફરીયાદીએ ધી નેગોશીએબલ કોર્ટમાં કલમ -૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી.

ફરીયાદ દાખલ કરેલ હતી જે કેસમાં આરોપી હાજર થયેલ હતા અને કેસમાં પુરાવો લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરીયાદીના વકીલશ્રી મુકેશ આર.કેશરીયા તથા સંજયસિંહ આર.જાડેજા દ્વારા દલીલો અને રજુઆતો કર્યા બાદ નામદાર કોર્ટે તેમના ચુકાદામાં પુરાવાની વિસ્તૃત છણાવટ બાદ રાજકોટના એડી.ચીફ.મેજી.જજ શ્રી એન.એચ.વસવેલીયાએ આરોપીને એક (૧) વર્ષની સજા તથા રૂ. ૨૧,૦૦,૦૦૦ વળતર પેટે દિવસ -૬૦માં ફરીયાદીને ચુકવવા તથા આ રકમ ચુકવવામાં કસુર કરવામાં આવે તો વધુ ૬ (છ) માસની સજાનો હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી વતી એડવોકેટ મુકેશ આર.કેશરીયા તથા સંજયસિંહ આર. જાડેજા તથા આર.એન.મંજુષા તથા પીયુષ સખીયા રોકાયેલા હતા.

(3:28 pm IST)