Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

કરાટે ચેમ્પિયનશીપમાં રાજકોટના બાળકોનું ધમાકેદાર પર્ફોમન્સઃ નેશનલ રમવા સોમનાથ જશે

રાજકોટઃ ગુજરાત વડોકાઈ કરાટે ડુ એસોસિયેશન દ્વારા જુનાગઢ ખાતે ૧૦મી રાજય કક્ષાની કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગુજરાતના અલગ- અલગ જિલ્લાઓમાંથી ૨૫૦ કરતા વધારે કરાટે સ્પર્ધકોએ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. જેમાં રાજકોટના બાલભવન ખાતે કરાટેની તાલીમ લેતા ૪૩ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં કુમિતે (ફાઈટ) તેમજ કાતા એમ બંને ઈવેન્ટ અલગ- અલગ વય જૂથમાં ટોટલ ૧૮ ગોલ્ડ ૧૨ સિસ્ટર તેમજ ૨૫ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. વિજેતા બાળકો નેશનલ ચેમ્પિયનશિપ રમવા માટે સોમનાથ જશે. બધા જ બાળકો કરાટેની તાલીમ કરાટે કોચ રણજીત ચૌહાણ, નીલમ ચૌહાણ, કિરણ ચૌહાણ પ્રતાપ સોલંકી તેમજ ચેતન ચૌહાણ પાસે લઈ રહ્યા છે.

વિજેતા બાળકોમાં દેવિકાબા રાઠોડ ફાઈટ ગોલ્ડ મેડલ- કાતાં ગોલ્ડ મેડલ, જેમિલ સોલંકી ફાઈટ ગોલ્ડ- કાતાં ગોલ્ડ, સોહમ કુવાડિયા ફાઈટ ગોલ્ડ- કાતાં ગોલ્ડ, બિરબા સોમાણી ફાઈટ ગોલ્ડ- કાતાં બ્રોન્ઝ, હુસેના ભારમલ કાતાં ગોલ્ડ, ફાઈટ બ્રોન્ઝ, આર્ચી સેજપાલ ફાઈટ ગોલ્ડ- કાતાં સિલ્વર, વેદાંત ઉનડકટ કાતાં ગોલ્ડ- ફાઈટ સિલ્વર, ક્રિશ કોઠારી કાતાં ગોલ્ડ- ફાઈટ સિલ્વર, કેનીશા જાપડિયા ફાઈટ ગોલ્ડ, શગુન ગુપ્તા ફાઈટ ગોલ્ડ, રચિત ચૌહાણ ફાઈટ ગોલ્ડ, ભકિત વડોદરિયા ફાઈટ ગોલ્ડ, ઓમકુમાર મકવાણા, ફાઈટ ગોલ્ડ, રિદ્ધિ અભિચંદાની ફાઈટ ગોલ્ડ, કમલ મારૃં ફાઈટ ગોલ્ડ, વાઘેલા યેશા ફાઈટ શિલવર- કાતાં સિલ્વર, સૃષ્ટિ અભિનંદાની કાતાં સિલ્વર- ફાઈટ બ્રોન્ઝ, યુગમ કુવડ કાતાં સિલ્વર- ફાઈટ બ્રોન્ઝ, યાના વોરા ફાઈટ સિલ્વર- કાંતા બ્રોન્ઝ, ભવ્યા બારૈયા ફાઈટ સિલ્વર- કાંતા બ્રોન્ઝ, પ્રિંસી રોજાસરા ફાઈટ સિલ્વર, વૈશાલી ચૌહાણ ફાઈટ સિલ્વર, ધનરાજ લાખાણી ફાઈટ સિલ્વર, નંદની વાડોદરિયા ફાઈટ બ્રોન્ઝ- કાંતા બ્રોન્ઝ, શિવાંશીબા જેઠવા ફાઈટ બ્રોન્ઝ- કાતાં બ્રોન્ઝ, શુભમ ફૂવડ ફાઈટ બ્રોન્ઝ- કાતાં બ્રોન્ઝ, રાધિકા સરવેયા ફાઈટ બ્રોન્ઝ- કાતાં બ્રોન્ઝ, પુષ્ટિ કેસરિયા ફાઈટ બ્રોન્ઝ, કૃતિ ધરજીયા ફાઈટ બ્રોન્ઝ, રિધમ નકુમ ફાઈટ બ્રોન્ઝ, હર્ષિલ બારીયા ફાઈટ બ્રોન્ઝ, નેસર્ગ ત્રિવેદી ફાઈટ બ્રોન્ઝ, વ્રજ પટેલ ફાઈટ બ્રોન્ઝ, નમ્ર દવે કાતાં બ્રોન્ઝ, દેવાંશ બગથરીયા કાતાં બ્રોન્ઝ, સરવેયા રિદ્ધિ કાતાં બ્રોન્ઝ, નીલમ ચૌહાણ ફાઈટ બ્રોન્ઝ તેમજ મુદ્રા શુકલા, દેવ મહેતા, નંદન દવે, ક્રિષ્ન રામાવત, તૃષા રોહરા, ઋચિત કલ્યાણીએ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો.

(4:16 pm IST)