Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

કોટક શેરીના વેપારી જગદીશભાઇ ઠક્કર સાથે દિલ્‍હીના નિરંજનની ૧.૩૪ લાખની ઠગાઇ

વેપારીએ મંગાવેલા સેન્‍ડવીચના મશીન ખરાબ નીકળતાં પાછા દિલ્‍હી મોકલ્‍યા'તાઃ બે વર્ષ વીતી જવા છતાં દિલ્‍હીના વેપારીએ પૈસા કે માલ ન આપ્‍યાની ફરિયાદ

રાજકોટઃ ડો. યાજ્ઞિક રોડ પર રામકૃષ્‍ણનગર-૨ વેસ્‍ટ મંગલદિપ એપાર્ટમેન્‍ટ ચોથા માળે રહેતાં અને સાંગણવા ચોક કોટક શેરી રણછોડ કોમ્‍પલેક્ષમાં જે. જે ઇલેક્‍ટ્રીક નામે ઇલેક્‍ટ્રીક ચીજ વસ્‍તુઓનો વેપાર કરતાં જગદીશભાઇ હરિભાઇ ઠક્કર (ઉ.૬૬) નામના વેપારી સાથે દિલ્‍હી સ્‍વરૂપનગરના બિંદીયા સેલ્‍સ પ્રા. લિ.ના સંચાલક નિરંજને ઠગાઇ કર્યાનો ગુનો એ-ડિવીઝન પોલીસમાં નોંધાયો છે.

જગદીશભાઇ ઠક્કરે દિલ્‍હીના વેપારી નિરંજન પાસેથી ઇલેક્‍ટ્રીક સેન્‍ડવીચ મશીન મંગાવ્‍યા હતાં. આ માલ ખરાબ નીકળતાં જગદીશભાઇએ નિરંજનને જાણ કરતાં તેણે માલ પાછો મોકલી આપો પોતે તેના પૈસા પરત આપી દેશે તેમ કહેતાં વેપારી જગદીશભાઇએ રૂા. ૧,૩૪,૬૪૫નો માલ પરત મોકલી દીધો હતો. આ વાતને બે વર્ષ વીતી જવા છતાં દિલ્‍હીના વેપારીએ બીજો માલ કે પૈસા ન આપી છેતરપીંડી કર્યાનું જણાવાતં પીએસઆઇ જે. ડી. વસાવાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:43 am IST)