Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

રેસકોર્ષ રોડ પર ધ નીલ સંજયરાજ હોટેલની સાઇટ પરથી ૧.૧૦ લાખના કોપર રોલની ચોરીઃ સુપરવાઇઝર પરેશ ચોૈહાણની ફરિયાદ

રાજકોટઃ રેસકોર્ષ રીંગ રોડ પર નવી બની રહેલી ધ નીલ સંજયરાજ હોટેલની સાઇટ પર ચોરીનો બનાવ બનતાં ફરિયાદ  થઇ છે. આ બાંધકામની સાઇટ પર સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં નારાયણનગર-૨માં રહેતાં પરેશ અશોકભાઇ ચોૈહાણ (ઉ.૨૨) નામના યુવાને એ-ડિવીઝનમાં ફરિયાદ નોંધાવી છે. બાંધકામની સાઇટ પર કોપરના ત્રણ પટ્ટી રોલ અર્થીંગના કામ માટે રાખ્‍યા હતાં. આ કોપર રોલનું અંદાજીત વજન ૧૨૩.૯૦૦ કિ.ગ્રા. હતું અને તેની કિમત રૂા. ૧,૧૦,૪૪૨ જેટલી થતી હતી. જેની ચોરી કોઇ તા. ૨૧ના ીજારના ૫/૩૦થી ૨૩ના સવારના ૫/૪૦ સુધીના સમયમાં કરી જતાં પીએસઆઇ ટી. ડી. ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.

(11:44 am IST)