Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

રાજકોટ ભૂપેન્‍દ્ર રોડ સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરે હિંડોળા દર્શન :

જૂનાગઢ -જામજોધપુર : રાજકોટ ભૂપેન્‍દ્ર રોડ સ્‍વામિનારાયણ મુખ્‍યમંદિરે ગઇ કાલે ફૂલોના હિડોળા દર્શન યોજાયા હતા. ભગવાનને ફૂલોના શણગાર કરાયા હતા. આકર્ષક અને મનમોહક ભવ્‍યતિભવ્‍ય હિંડોળા પૂ. વયોવૃધ્‍ધ હરિચરણ સ્‍વામીની નિશ્રામાં મંદિરનાં મહંત કોઠારી શાષાીશ્રી રાધારમણદાસજીની આગેવાનીમાં હરિભક્‍તો દ્વારા તૈયાર કરવામાં આવે છે. સાંજના ૬ વાગ્‍યાથી હિંડોળા દર્શન શરૂ થાય છે. જેના દર્શનનો બહોળી સંખ્‍યામાં ભકતો લાભ લઇ ધન્‍યતા અનુભવી રહ્યા છે. (તસ્‍વીર-અહેવાલ : વિનુ જોશી (જૂનાગઢ), દર્શન મકવાણા (જામજોધપુર)

(10:34 am IST)