Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

મનપા દ્વારા ૧૬૮ કિલો અખાદ્ય શાકભાજી - ફળોનો નાશ : ૯૦ બોર્ડ - બેનરો, ૨૮ રેકડી - કેબીનો જપ્‍ત

દબાણ શાખાએ ૧.૦૨ લાખથી વધુનો વહીવટી - મંડપ ચાર્જ વસુલ્‍યો

રાજકોટ તા. ૨૫ : મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્‍ય ચીજવસ્‍તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. મનપાની સત્તાવાર યાદી મુજબ રસ્‍તા પર નડતર ૨૮ રેંકડી-કેબીનો રામાપીર ચોકડી, વૈશાલીનગર, મવડી મેઈન રોડ, લક્ષ્મીનગરPGVCLઓફીસ પાસે, પટેલ ક્‍ન્‍યા છાત્રાલય, પુષ્‍કરધામ રોડ,શિવમ પાર્ક, ગાયત્રીનગર, આનંદબંગલા ચોક, જંકશન રોડ,જયુબેલી માર્કેટ,મોચી બજાર,ગુમાનસીંહજી માર્કેટ,રેસકોર્ષ ગ્રાઉન્‍ડ,કૃષ્‍ણનગર મેઈન રોડ,પરથીજપ્ત કરવામાં આવી હતી,

જુદીજુદી અન્‍ય ૭૩ પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવી હતી જે જયુબીલી,નુતન નગર રોડ,અયોધ્‍યા ચોક,મવડી મેઈન રોડ,એસ્‍ટ્રોન નાલા પાસે, રેસકોર્ષ ગ્રાઉન્‍ડ,હોસ્‍પીટલ ચોક,ᅠᅠરેલવે જંક્‍સન, રૈયા રોડ, બસ સ્‍ટેશન સામે ઢેબર રોડ, નંદનવન મેઈન રોડ, ચંદ્રેશનગર,કુવાવડા રોડ,શાષાી મેદાન,પરથી જપ્ત કરવામાં આવી હતી.

ઉપરાંત ૧૬૮ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને નંદનવન મેન રોડ,ᅠપુષ્‍કરધામ મેઈન રોડ,ᅠમવડી મેઈન રોડ,ᅠજયુબિલી માર્કેટ,ᅠરેલ્‍વે જંક્‍શન,ᅠઆંનદબંગલા ચોક,ᅠપરથીᅠજપ્ત કરવામાં આવ્‍યા હતા, તેમજ રૂ.૭૨,૩૫૦ વહીવટી ચાર્જ રેલનગર ઢેબર રોડ,પેલેસ રોડ, યુનિવર્સિટી રોડ,ᅠચંદ્રેશનગર રોડ,ᅠનાના મૌવા રોડ,ᅠરૈયા રોડ,ᅠમાટેલ ચોક,ᅠમોરબી રોડ,ᅠપરથીᅠવસુલ કરવામાં આવ્‍યો હતો, રૂ. ૩૪ હજાર મંડપ ચાર્જ જે રેલનગર, યાજ્ઞીક રોડ,ᅠમવડી રોડ,ᅠરૈયા રોડ, સેટેલાઇટ રોડ,ᅠનાના મૌવા રોડ, સાધુવાસવાણી રોડᅠમાંથીᅠવસુલ કરવામાં આવ્‍યો હતો,ᅠઅને ᅠ૯૦ બોર્ડ-બેનરો જે કોઠારીયા રોડ, સોરઠીયાવાડી ᅠપરથીᅠજપ્ત કરવામાં આવ્‍યા હતા.

(3:30 pm IST)