Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

વિજ તંત્રનો તઘલખી નિર્ણયને કારણે પ૬ લાખ ગ્રાહકોઉપર દર મહિને પપ થી ૬૦ કરોડનો આકરો બોજો

લાઇટ બીલમાં પેપર આપવાનું બે મહિનાથી બંધ કરી ખાલી કાપલી આપવાનું ચાલુ કર્યું...:મીટર રીડરોને સ્‍લીપથી બીલીંગ કરવામાં ઘર મળતા ન હોય દર મહિને એનર્જી યુનિટ વધવાથી લોકોના બીલના ભાવો વધી જાય છે... : કરકસરના નામે પીજીવીસીએલના તંત્રે બીલના પેપરની અછત ઉભી કરી મહિને રપ થી ૩૦ લાખ બચાવવાના નામે ગ્રાહકો ઉપર કરોડોનો કૌભાંડી બોજો નાંખી દીધોઃકોંગ્રેસ-આપ દ્વારા આ સામે આંદોલનનું રણશીંગુ ફુંકવું જોઇએ અમુક અધીકારીઓના કારણે ગ્રાહકો લુંટાય છે...

રાજકોટ તા. રપઃ પીજીવીસીએલના ટોપ લેવલના અમુક ઉપરી અધીકારીઓને કારણે છેલ્લા ર મહિનાથી રાજકોટના ૬ લાખ વીજ ગ્રાહકો સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના અંદાજે પ૦ થી પપ લાખ ગ્રાહકોને વીજ બીલ ૮ થી ૧પ દિવસ મોડુ મળતું હોય દર મહિને રૂા. ૧૦૦ થી ૧પ૦ કે તેથી વધુ રૂપિયા બીલના ચુકવવા પડતા હોવાનું બહાર આવતા દેકારો મચી ગયો છે.

ટોચના વીજ અધીકારીઓના ઉમેર્યા મુજબ છેલ્લા બે મહિનાથી લાઇટ બીલના પેપરની અછત ઉભી કરી દેવાઇ છે, અને મીટર રીડરો દ્વારા બીલ સાથે માત્ર કાપલી અપાય છે.

અધીકારી સૂત્રોના કહેવા મુજબ પેપરની આ સ્‍વનીર્માણ અછત ઉભી કરી મહિને લાખોનું કહેવાતું કૌભાંડ કરી દર મહિને આમ જનતા પાસેથી મોડુ બીલ આપી પ૦ થી ૬૦ કરોડ રૂપિયા વધારે ભરાવાય છે, અમુક ઉચ્‍ચ અધિકારીઓએ અછતના નામે લોકો ઉપર કરોડોનું ભારણ કરી જબરો ખેલ બે મહિનાથી પાડી દીધો છે.

ટોચના સુત્રોના કહેવા મુજબ પીજીવીસીએલના એમડી દ્વારા કરકસર કરવાના હેતુ સબબ પેપર દેવાનું બંધ કરી દેવાની સુચના આપી છે, પરીણામે બીલ સાથે મીટર રીડરો ખાલી કાપલી આપે છે, અન્‍ય અધિકારીઓના કહેવા મુજબ બકરૂ કાઢતા ઉંટ પૈઠુ જેવો તાલ સર્જાયો છે. કોન્‍ટ્રાક સીસ્‍ટમ બંધ કરાઇ, વીજ કર્મચારીઓ જ મીટર રીડીંગ કરવા માંડયા પણ બીલના કાગળની સ્‍વનીર્માણ અછત ઉભી કરાતા પીજીવીસીએલના સૌરાષ્‍ટ્ર-કચ્‍છના અંદાજે ૧૭પ સબ ડીવીઝનના ૩ હજાર કર્મચારીઓને ભોગવવાનો વારો આવ્‍યો છે, બાકી પેપરની કોઇ અછત નથી, બજારમાં મળે જ છે.રાજકોટ કોંગ્રેસ તથા આપ દ્વારા આ મુદ્દે અને સબ ડીવીઝનમાં લાઇન સ્‍ટાફમાં કોન્‍ટ્રાકટ સીસ્‍ટમ સામે આંદોલનનો બૂંગીયો ફુંકવો જરૂરી બની ગયો છે, ગ્રાહકોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્‍યો છે.

અધીકારીઓની બેદરકારીનું પરીણામ પીજીવીસીએલ આશરે ૧૭પ સબ ડીવીઝનના ૩૦૦૦ કર્મચારીઓને ભોગવું પડે છે. સ્‍લીપથી બીલીંગ કરવામાં મીટર રીડરને ગ્રાહકના ઘર મળતા નથી તે કારણોસર ગ્રાહક જનતાને સમય કરતા મોડા બીલ આપવાથી એનર્જી યુનિટ વધવાથી યુનિટના ભાવમાં વધારો તેમજ ચાર્જ વધારો ભરવો પડે છે, જેમ કે પ૦ યુનિટનો ભાવ ૩.પ અને ૧૦૦ યુનિટ થાય તો ૩.પ૦ આમ આશરે ૦.૪પ પૈસા પર યુનિટે આપવાના રહે છે. ગ્રાહક જનતાને ૧૦૦ થી ૧પ૦ દર મીટરે વધારે બીલ આવે છે.

રાજકોટ ગ્રામ્‍યના અંદાજીત ગ્રાહક ટોટલ ૬પ૦૦૦૦, રાજકોટ સીટીના અંદાજીત ગ્રાહક ટોટલ ૬૦૦૦૦૦, મોરબી ગ્રામ્‍ય સીટીના અંદાજીત ગ્રાહક ટોટલ ૩૦૦૦૦૦, અમરેલીના અંદાજીત ગ્રાહક ટોટલ ૬૦૦૦૦૦, જામનગરના અંદાજીત ગ્રાહક ટોટલ ૬૦૦૦૦૦, સુરેન્‍દ્રનગરના અંદાજીત ગ્રાહક ટોટલ ૩પ૦૦૦૦, જુનાગઢના અંદાજીત ગ્રાહક ટોટલ પ૦૦૦૦૦, કચ્‍છના અંદાજીત ગ્રાહક ટોટલ ૭૦૦૦૦૦, ભાવનગરના અંદાજીત ગ્રાહક ટોટલ પ૦૦૦૦૦, ગીર સોમનાથ અંદાજીત ગ્રાહક ટોટલ ૩૦૦૦૦૦, પોરબંદરના અંદાજીત ગ્રાહક ટોટલ પ૦૦૦૦૦ આસપાસ છે.ટોટલ અંદાજીત પ૬ લાખ ગ્રાહકોને ૧૦૦ થી ૧પ૦ દર મીટરે વધારે બીલ આવે છે, હવે પ૬ લાખ ગ્રાહકોના ૧૦૦ થી ૧પ૦ રૂપિયા વધારે આપવા પડે તો ટોટલ લગાવો દર મહિને કેટલા કરોડનું આડકતરૂ કૌભાંડ ઉભું થયું છે, ઉપરી અધીકારીઓ પોતે પેપરમાંથીર પ થી ૩૦ લાખ બચાવવાના અંદાજથી અંદાજીત દર મહિને ભોળા ગ્રાહકોના પપ થી ૬૦ કરોડ રૂપિયા વધારે ભરાવી રહ્યા છે. જો કોઇ કર્મચારી આ કૌભાંડનો વિરોધ કરે તો તેને સસ્‍પેન્‍ડ કરે છે, પરંતુ આમાં તો વીજતંત્રના અમુક ઉચ્‍ચ અધીકારીઓ જ કહેવાતી રીતે સામેલ હોય આ બાબતે તાકીદે નિર્ણય લેવો જરૂરી બન્‍યો છે.

(3:41 pm IST)