Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

શુક્રવારથી દાઉદી વ્‍હોરા સમાજના મોહરમ માસનો પ્રારંભ

૯ દિવસ વાઅઝ, ૭ ઓગષ્‍ટના આસુરાનો દિવસઃ ડો. સૈયદના સાહેબ લંડનથી વાઅઝ ફરમાવશે

રાજકોટઃ દાઉદી વ્‍હોરા સમાજનું નવુ વર્ષ હીજરી ૧૪૪૪ આગામી શુક્રવારના રોજ આવે છે વર્ષનો પ્રથમ મોહરમ માસથી તા. ૩૦ જુલાઇ શનિવારથી મહિના ઇમામ હુસેન (અ.સ) જે કરબલમાં તેમના ૭૨ સોહદા(સાથી) સાથે સહાદત થયેલ તેની વાઅઝની મજલીમ નવદિવસ સુધી ચાલશે.

તા. ૭ ઓગષ્‍ટ રવિવારે આસુરાનો દિવસ છે. તેની વાઅઝ આખો દિવસ થશે. વિશ્વભરના દાઉદી વ્‍હોરા સમાજની આ વાઅઝ દરેકે દરેક ગામ-શહેરોમાં મસ્‍જીદ, મરકઝમાં થશે. દાઉદી વ્‍હોરા સમાજના ધર્મગુરૂ હીઝહોલીનેશ  ડો. સૈયદ ના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) આ વર્ષ મોહરમ માસની વાઅઝ લંડન મુકામે ફરમાવશે. વિશ્વભરમાથી હજારોની સંખ્‍યામાં દાઉદી વ્‍હોરા સમાજના ભાઇઓ બહેનો, બચ્‍ચાઓ લંડન મુકામે જઇ રહ્યા છે. તેમ શેખ યુસુફઅલીભાઇ જોહર કાર્ડસ વાળાએ જણાવ્‍યુ હતું.

(3:50 pm IST)