Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

કોઠારિયા સોલવન્‍ટ વૃંદાવન સોસાયટી પાસે પટમાંથી ૬ર હજારના દારૂ સાથે નિરવ પકડાયો

આજીડેમ પોલીસનો દરોડોઃ કોઠારિયા સોલવન્‍ટના રાહુલ ભરવાડનું નામ ખુલ્‍યુ

રાજકોટ તા. રપઃ કોઠારિયા સોલવન્‍ટ નજીક વૃંદાવન સોસાયટીના ગેઇટ પાસે પટમાં આજીડેમ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રૂા. ૬ર૪૦૦ની કિંમતની દારૂની ૧પ૬ બોટલ સાથે એક શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કોઠારિયા સોલવન્‍ટ પાસે વૃંદાવન સોસાયટી પાસે પટમાં દારૂનો જથ્‍થો પડયો હોવાની બાતમીના આધારે પી.એસ.આઇ. જે. કે. ગઢવી તથા કોન્‍સ. વીરેન્‍દ્રસિંહ જાડેજા સહિતે દરોડો પાડી વૃંદાવન સોસાયટીના ગેઇટ સામે પટમાં દરોડો પાડી રૂા. ૬ર,૪૦૦ની કિંમતની દારૂની ૧પ૬ બોટલ સાથે કોઠારિયા સોલવન્‍ટ હરસિધ્‍ધી સોસાયટી શેરી નં. પ માં રહેતો નિરવ મનસુભાઇ પરમાર (ઉ.વ.ર૪)ને પકડી લઇ દારૂનો જથ્‍થો તથા બે મોબાઇલ મળી રૂા. ૬૭,૯૦૦નો મુદામાલ કબ્‍જે કર્યો હતો. પોલીસે નિરવની પૂછપરછ કરતા કોઠારિયા સોલવન્‍ટના રાહુલ ભરવાડનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:14 pm IST)