Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

લમ્‍પી વાઇરસના કારણે ગાયો મરણને શરણઃ તંત્રનું ‘પૂછડુ' મરડતા વિપક્ષી નેતા

રાજકોટ જિલ્લામાં તાત્‍કાલિક પગલા ન લેવાય તો વિરોધ કાર્યક્રમોઃ અર્જુન ખાટરિયા

રાજકોટ તા. રપ :.. જિલ્લામાં છેલ્લા એક પખવાડીયાથી લમ્‍પી વાઇરસે હાહાકાર મચાવતા પશુધન ખાસ કરીને ગાયોમાં તેની વિપરીત અસર દેખાઇ રહી છે. ગાયો મોટી સંખ્‍યામાં મરણને શરણ થઇ રહ્યાનો  આક્રોશ જિલ્લા પંચાયતના વિપક્ષ કોંગીના નેતા અર્જુન ખાટરીયાએ વ્‍યકત કર્યો છે.

અર્જુન ખાટરિયાએ જિલલા વિકાસ અધિકારીને પત્ર લખી જણાવ્‍યું છેક ે પશુપાલકો દ્વારા અવાર નવાર પશુપાલન વિભાગના કેન્‍દ્રોમાં રજૂઆતો કરવામાં આવી રહી છે. છતા પણ તંત્ર લમ્‍પી વાયરસને નિયંત્રણ લાવવામાં સદંતર નિષ્‍ફળ રહ્યું છે. જેથી પશુધન જે રીતે રાજકોટ જિલ્લામાં મળત્‍યુ પામી રહ્યાં છે. તે ખુબ જ ચિંતાનો વિષય છે. રાજકોટ જિલ્લાના ગૌપ્રેમીઓમાં ખુબ આક્રોશ છે.  છેલ્લા ૧ મહિનાથી લમ્‍પી વાયરસનો એટેક થયો હોવા છતા સરકારી તંત્ર દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવી ન હતી. જેનાલીધે આજે પરિસ્‍થિતિ વિકટ બની છે. અને મોટાભાગના પશુધન ખાસકરીને ગાયોમાં ૮૦ ટકા લમ્‍પી વાયરસની અસર થવા પામી છે. જો તંત્ર વહેલાસર આ બાબતના પગલા નહીં લે તો બાકી રહેલું પશુધન પણ બચવું મુશ્‍કેલ છે.

સરકારી વિભાગ દ્વારા તાત્‍કાલીક લમ્‍પી વાયરસને નાથવા માટે અને કાબુમાં લેવા માટે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વિવિધ ટીમો ઉતારી સતત દેખરેખ રાખવી જરૂરી છે. સાથે સાથે આ વાયરસની અસર વધુ તિવ્ર બની અને અજગરી ભરડો ના લે તેના માટે તંત્ર સાવધાન થઈને તમામ પગલાઓ લઈ આ રોગ નિયંત્રણમાં લેવામાં આવે  અપેક્ષા છે.

જો તંત્ર આ બાબત તાત્‍કાલીક પગલા લેશે નહીં તો તાલુકા અને જિલ્લા કક્ષાએ વિરોધ નોંધી અને સરકારને ઢંઢોળવામાં આવશે.

(4:17 pm IST)