Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

રણછોડનગરના કમલેશ ઉર્ફ મુન્‍ના માટીયાનો નવાગામમાં કડીયા યુવાન ઉમેશ પર હુમલો

અગાઉ મુન્‍નાને ૩ કરોડ ૧૧ લાખમાં કડીયા યુવાને જમીન વેંચી હોઇ આ જમીન તે બીજી વાર વેંચી રહ્યો છે તેવો આક્ષેપ કરી હુમલોઃ રિવોલ્‍વરનો કૂંદો પણ ફટકાર્યો

રાજકોટ તા. ૨૫: નવાગામમાં મોબાઇલ એક્‍સેસરીઝ અને ઝેરોક્ષની દૂકાન ચલાવતાં અને આ ગામમાં જ રહેતાં કડીયા યુવાને અગાઉ નવાગામ રોડ પર આવેલી પોતાની જમીન ૩ કરોડ અગિયાર લાખમાં રણછોડનગરના ભરવાડ શખ્‍સને વેંચી હોઇ તેના સવા કરોડ લેવાના બાકી હોઇ એ દરમિયાન આ શખ્‍સે ઘરે આવી તું બીજાને જમીન વેંચવાની કેમ તૈયારી કરે છે? કહી ઢીકાપાટુ અને કડાથી માર મારતાં તેમજ માથામાં રિવોલ્‍વરનો કુંદો મારી પતાવી દેવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે નવગામ આણંદપરમાં ગ્રામ પંચાયતની ઓફિસ પાછળ રામજી મંદિર પાસે રહેતાં અને ગ્રામ પંચાયતની બાજુમાં જ મણી ડિજીટલ નામે મોબાઇલ એક્‍સેસરીઝ, ઝેરોક્ષ કામની દૂકાન ધરાવતાં ઉમેશ કિશોરભાઇ સોલંકી (કડીયા) (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી કમલેશ ઉર્ફ મુન્‍નો માટીયા અને ત્રણ અજાણ્‍યા વિરૂધ્‍ધ મારામારી-ધમકીનો ગુનો નોંધ્‍યો છે. ઉમેશ સોલંકીએ જણાવ્‍યું હતું કે અમારી માલિકીની પોણા દસ એકર જમીન રાજકોટ-અમદાવાદ હાઇવે પર આઇઓસી સામે દરગાહની બાજુમાં હતી. આ અમારી વારસાઇ જમીન હતી. જે દોઢ વર્ષ પહેલા રણછોડનગરના ભરવાડ કમલેશ ઉર્ફ મુન્‍ના માટીયાને ૩ કરોડ ૧૧ લાખમાં વેંચી હતી. આ જમીનના તેણે પોણા બે કરોડ આપ્‍યા હતાં. બાકીના સવા કરોડ લેવાના બાકી છે.

રવિવારે ૨૪મીએ હું ઘરે હતો ત્‍યારે કમલેશ ઉર્ફ મુન્‍નાએ મને ફોન કરેલો પણ હું જમતો હોઇ ફોન ઉપાડયો નહોતો. એ પછી મારી દિકરીએ કહેલું કે કોઇ ભાઇ તમને મળવા આવ્‍યા છે. મેં બહાર જઇ જોતાં મુન્‍નો અને બીજા ત્રણ શખ્‍સો ઉભેલા જોવા મળ્‍યા હતાં. હું તેની પાસે જતાં તેણે મનેગાળો દીધી હતી અને ઢીકાપાટુનો માર મારી કહ્યું હતું કે-તું ફરીથી જમીન વેંચવા નીકળ્‍યો છો? જેથી મેં તેને કહેલું કે મેં કોઇને ફરીથી જમીન વેંચવાની વાત કરી નથી. આમ છતાં તેણે મારકુટ ચાલુ રાખી હતી.  મારા માતા, પત્‍નિ, ભાભી સહિતના મને છોડાવવા આવતાં મારા ભાભી કલ્‍પનાબેનને માથામાં કડુ લાગી ગયુ હતું. મુન્‍નાએ આ બધાને મારકુટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેની સાથે આવેલા શખ્‍સોમાંથી એક ગાડીમાંથી ગન લઇ આવ્‍યો હતો અને

(4:26 pm IST)