Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

જ્‍વેલરી લાઇફ સ્‍ટાઇલ એક્‍ઝીબિશનનો પ્રારંભ

હીર ડીઝાઇનર અને કનેક્‍ટ દ્વારા હોટલ ક્રન્‍ચી રિપબ્‍લિકન ખાતે બે દિવસીય પ્રદર્શનનું ગોંડલ રાજવી પરિવારના કુંવરાણી દ્વારા ઉદ્‌ઘાટન

ગોંડલ રાજવી પરિવારના ગૌરી રાજ્‍યલક્ષ્મી દેવી, નીશા જોબનપુત્રા, માયિકા અગ્રવાલ વગેરે પત્રકાર પરિષદમાં દર્શાય છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ,તા. ૨૫: ડિઝાઇનર્સ  ઇન્‍ડિયા દ્વારા રાજકોટમાં આજથી બે દિવસીય જવેલરીને લાઈફ સ્‍ટાઇલ એક્‍ઝીબીશન શરુ થયું છે જેનું ઉદ્‌ઘાટન ગોંડલ રાજવી પરિવારના કુંવરાણી  ગૌરી રાજયલક્ષ્મી દેવીના હસ્‍તે  રાજકોટના ક્રન્‍ચી રિપબ્‍લિક હોટેલ રેસ્‍ટોરાં ખાતે કરવામાં આવ્‍યું હતું.

આ અંગે  વધુ માહિતી આપતા હીર ડિઝાઈનર્સના નિશા જોબનપુત્રા એ જણાવ્‍યું હતું કે  તહેવારના દિવસો નજીક આવી રહ્યા છે ત્‍યારે  રાજકોટના લોકોને નવું શોપિંગ કરવા માટે એક જ પ્‍લેટફોર્મ મળી રહે તે માટે આ પ્રદર્શન રાખવામાં આવ્‍યું છે અને તેમાં રિયલ જવેલેરીના ત્રણ શો રૂમ રાખવામાં આવ્‍યા છે  જેમાં સોના અને ડાયમંડની અવનવી અને મનમોહક રેન્‍જ ઉપલબ્‍ધ બની છે.

કનેકટ ઇન્‍ડિયાના ફાઉન્‍ડર માયિકા અગ્રવાલે જણાવ્‍યું હતું કે રાજકોટમાં લોકો કૈક નવું શોપિંગ નો માહોલ મળી રહે તે માટે અહીં અનેક નવા  સ્‍ટોલ રાખવામાં આવ્‍યા છે જેમાં હેન્‍ડીક્રાફટ,ખાદી કપડાં,ડિઝાઇનર્સ અને એથનિક કપડાં,જવેલરી ચોકલેટ્‍સ  વગેરેના સ્‍ટોલ ઉપલબ્‍ધ કરાવ્‍યા છે. અહીં રાજકોટ ઉપરાંત અમદાવાદના ત્રણ સ્‍ટોલ ધારકો અને સુરતના બે સ્‍ટોલ ધારકો પણ પોતાના શ્રેષ્ઠ કપડાંની રેન્‍જ સાથે આ પ્રદર્શનની શોભા વધારી રહ્યા છે. પ્રથમ દિવસે જ રાજકોટની ફેશનેબલ યુવર્તીઓ અને સન્નારીઓ શોપિંગ કરવા ઉમટી પડ્‍યા  હતા

આ અંગે ગોંડલ રાજવી પરિવારના કુંવરાણી  ગૌરી રાજય લક્ષ્મી દેવીએ પણ પોતાની ખુશી વ્‍યક્‍ત કરી હતી અને શોપિંગ માટે એક સારું મંચ પૂરું પાડવા બદલ આયોજકો નો આભાર પણ માન્‍યો હતો.

આજના ઉદઘાટન પ્રસંગ પાર ગોંડલ રાજવી પરિવારના કુંવરાણી  ગૌરી રાજય લક્ષ્મી દેવી ઉપરાંત સામાજિક અગ્રણી અને ભાજપના કાશ્‍મીરા બેન નથવાણી  પાટીદાર સમાજના અગ્રણી જયોતિબેન ટીલ્‍વા , કે થ્રિ  મુવી અને ઇવેન્‍ટના કોમળ એસ, રેડિયો મિર્ચીના પ્રોગ્રામિંગ હેડ આર. જે શીતલ , ફૂડિઝ ઈન રાજકોટના ફાઉન્‍ડર કવિતા રાયચુરા કનેક્‍ટ ઇન્‍ડિયા ના ફાઉન્‍ડરના નાયિકા અગ્રવાલ, કનેક્‍ટ  કોસ્‍મોસ એક્‍ઝિક્‍યુટિવ ડિરેક્‍ટર રૂચિ શાહ ,ગુલમહોર બેકયાર્ડ રેસ્‍ટોરન્‍ટના સપના વ્‍યાસ ,મિસ ગુજરાતના વિજેતા રૂષાલી સાંગલા  વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:31 pm IST)