Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

રેસકોર્ષના શોૈચાલયમાં યુવાને ઝેર પીધું

મુળ ઓરીસ્‍સાના સુભાષના સેન્‍ટીંગ કામની મજૂરીના લાખો રૂપિયા કોન્‍ટ્રાક્‍ટરે સલવાડી દીધાનો આક્ષેપઃ પત્‍નિને બહાર ઉભી રાખી શોૈચાલયમાં જઇ પગલુ ભર્યુ

રાજકોટ તા. ૨૫: જામનગર રોડ પર નાગેશ્વર સોસાયટી કલ્‍પસુત્ર એપાર્ટમેન્‍ટ-૩૦૪માં રહેતાં મુળ ઓરીસ્‍સાના સુભાષ ભોલાભાઇ રાણા (ઉ.૩૫) નામના યુવાને રેસકોર્ષના જાહેર શોૈચાલયમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

સુભાષના પત્‍નિ હીનાબેને જણાવ્‍યું હતું કે પતિ સુભાષે સેન્‍ટીંગ કામ શાપર મેટોડા લોધીકામાં રાખ્‍યું હતું.  આ કામ પુરું થઇ ગયું હોવા છતાં કોન્‍ટ્રાક્‍ટર તુષાર પટેલ દ્વારા નવેક લાખની રકમ ચુકવવામાં આવતી નહોતી.

આ કારણે આજે પોતે અને પતિ પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા જવા ઘરેથી નીકળ્‍યા હતાં. રસ્‍તામાં રેસકોર્ષમાંથી પસાર થતાં હોઇ પતિ શોૈચાલય જોઇને હમણા આવું કહીને અંદર ગયેલ અને દવા પી લીધી હતી. તેમ તેણીએ કહ્યું હતું. સુભાષને સંતાનમાં એક પુત્ર છે. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(4:34 pm IST)