Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

જમીન કોૈભાંડમાં સાત વર્ષથી ફરાર અંકિત દલાલને ક્રાઇમ બ્રાન્‍ચે પકડયો

પ્રતાપસિંહ ઝાલા અને એભલભાઈ બરાલિયાની બાતમી પરથી મહેસાણાથી પકડી લેવાયો

રાજકોટ તા. ૨૫: અલગ અલગ ગુનાઓમાં લાંબા સમયથી ફરાર શખ્‍સોને શોધી કાઢવાની ઝુંબેશ અંતર્ગત જમીન કૌભાંડના ગુનામાં સાત વર્ષથી ફરાર શખ્‍સને રાજકોટ ક્રાઇમ બ્રાન્‍ચે મહેસાણાથી પકડી લીધો છે. ક્રાઇમ બ્રાન્‍ચના પ્રતાપસિંહ ડી. ઝાલા અને એભલભાઈ બરાલીયાની બાતમી પરથી આરોપી અંકીત નીતનભાઇ દલાલ (શાહ) - જૈન (ઉ.વ.૩૩ રહે. રાધે સોસાયટી મકાન નં. ૧૫ર, શંખેશ્વર જી.પાટણ)ને મહેસાણાથી પકડી માલવીયાનગર પોલીસને સોંપ્‍યો છે. પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ, સયુંકત પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ ડો.  પાર્થરાજસિંહ ગોહીલ તથા એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાએ નાસતા ફરતા આરોપીઓને પકડવાની સુચના આપી હોઇ તે અંતર્ગત જે પોલીસ ઇન્‍સ. વાય.બી. જાડેજા, પોલીસ ઇન્‍સ. જે.વી.ધોળા તથા પો.સબ.ઇન્‍સ. એ. બી. વોરા તથા એ.એસ.આઇ. -તાપસિંહ ઝાલા, પો.હેડ.કોન્‍સ અશોક લાલ તથા દિપકભાઇ ચૌહાણ, એભલભાઇ બરાલીયા, પુષ્‍પરાજસિંહ પરમાર, સહદેવસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

(4:35 pm IST)