Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

કર્મચારીઓના માનસિક તનાવથી ઇન્ડસ્ટ્રીઝ પર થતી અસરઃ વિષયે સેમીનાર

ઇન્ડસ્ટ્રીઝ અને એસોસીએશનના ૮૦થી વધુ ડેલીગેટસ જોડાયા

રાજકોટઃ પ્રખ્યાત મેન્ટલ હેલ્થ પોર્ટલ આઇએમ હેપી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાયકોલોજી ડીપાર્ટમેન્ટના સંયુકત ઉપક્રમે રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશન, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, શાપર વેરાવળ ઇન્ડ્રસ્ટ્રી એસોસિએશન, જીઆઇડીસી લોધીકા ઇન્ડ્રસ્ટ્રીઅલ અસોસિએશન, રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશ, સૌરાષ્ટ્ર કચ્છ એચ આર ફોરમ, કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડ્યુટીવીટી કાઉન્સિલ અને ઇન્ડિયન સોસાયટી ફોર ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટના સહયોગથી રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશન હોલમાં એમ્પ્લોયી મેન્ટલ હેલ્થ ઇમ્પેકટ ઓન ઇન્ડસ્ટ્રી વિષય પર એક ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું

આ સેમિનાર આજના સમયની સૌંથી વિકટ સમસ્યા એટલેકે કર્મચારીઓના માનસિક સ્વાસ્થય અને એની સામાજીક અને આર્થિક અસરો પર ચર્ચા કરવામાં આવી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રતિનિધિઓ, ઉદ્યોગકારો, મેનેજરો કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સહિત ૮૦થી વધુ ડેલિગેટસ જોડાયા હતા.

સેમિનારને સંબોધતા જાણીતા એમ આર અને મેંનેજમેન્ટ એકસપર્ટ અને આઇએમ હેપીના ડિરેકટર શ્રી ચેતન ભોજાણીએ આંકડાકીય માહિતી દ્વારા ન્યુરોવર્લ્ડ કિલનિકના કન્સલ્ટિંગ સાઇકિયાટ્રિસ્ટ ડો. ગાયત્રી રાઠોડે માનસિક આરોગ્યની  શારીરિક સ્વાસ્થય પર થતી અસરો અને તેના દ્વારા થતા રોગો થકી કર્મચારી અને ઉદ્યોગોને થતા નુકસાનની માહિતી આપી હતી, સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના સાઇકોલોજી ડીપાર્ટમેન્ટના અધ્યક્ષ ડો. યોગેશ જોગસને ઉદ્યોગોને તેમના કર્મચારીઓના માનસિક સ્વાસ્થય માટે જોઇતી બધી જ મદદ કરી એ દિશામાં આગળ આવવા અપીલ કરી હતી, સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના સાઇકોલોજી ડીપાર્ટમેન્ટના અધ્યાપક ડો. ધારા દોશીએ બર્ન આઉટ સ્ટ્રેસ વિષે ઉપયોગી માહિતી આપી હતી

(4:52 pm IST)