Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

રવિવારે ઇસ્લામી નવુ વર્ષ : મહોર્રમને ૬ દિ’ બાકી : તાજીયાઓનું નિર્માણ

પૈગમ્બર સાહેબના દૌહિત્ર, કરબલાના શહીદોની સ્મૃતિમાં મુસ્લિમો બંદગીમય બનશે : ઍક મહિનાથી ચાલતી તૈયારીઓ : ચાલુ ઇસ્લામી માસ જીલહજ્જના ૩૦ દિ’ પુરા થશે : શનિવારે સાંજે હિજરી ૧૪૪૪નો ચંદ્રોદય : ઍજ રાત્રિથી હુસૈની મજાલિસોનો પ્રારંભ

તસ્વીરમાં મહોર્રમ માસ નિમિતે બની રહેલા તાજીયા કામગીરી નજરે પડે છે.

 (ફાઇખ દ્વારા) રાજકોટ તા.૨પ :  આગામી રવિવારના રોજ ઇસ્લામી નૂતન વર્ષ અર્થાત હિજરી ૧૪૪૪ નો પ્રારંભ થનાર છે.

હાલમાં ઇસ્લામી પંચાગનો હજજનો ૧૨મો મહિનો જીલ હજજ ચાલી રહ્ના છે જેના ૩૦ માં દિવસે ઍટલે કે, તા.૩૦-૭-ર૦રર ના શનિવારે સાંજે ચંદ્રદર્શન થનાર હોઇ તા.૧-૮-ર૦રર રવિવારે ૧લી મહોર્રમ થશે. બીજી તરફ હાલમાં હિજરી સંવત ૧૪૪૩ ચાલી રહી છે જે ૩૧મી થી ૧૪૪૪ માં પરિવર્તીત થઇ જશે. મહોર્રમ માસ ઇસ્લામી પંચાગનો પ્રથમ મહિનો છે.

જો કે ગત ૧૨મો મહિનો જીલહજજમાં ઇદ ઉજવાઇ હતી. જે પર્વ પણ બલિદાન પ્રકટ કરે છે  ત્યારે ઇસ્લામી ઇતિહાસમાં મહોર્રમ માસમાં પણ અનેક ઘટનાઓ અંકીત થઇ છે જે પૈકી ઇરાકના કરબલા શહેરમાં બનેલી ઘટના પણ બલિદાનની ભાવના પ્રકટ કરતી હોય ઈસ્લામી વર્ષની શરૂઆત અને અંત બંને બલિદાનની ભાવના ઉપર નિર્ભર રહ્ના છે.

તા.૩૧ થી મહોર્રમ માસ શરૂ થનાર હોય ત્યારે આ મહિનામાં ખાસ ઇસ્લામી ૧૦મી તારીખના દિને આશૂરાહ પર્વ મનાવાશે જે આ વખતે તા. ૯ મી ઓગસ્ટના   દિવસે રહેશે અને ઍ દિવસે મંગળવાર હશે.

ખાસ કરીને મુસ્લિમ વર્ષનો આ પ્રથમ મહીનો મહોર્રમ માસમાં તાજીયા બનાવવામાં આવે છે જેની કામગીરી છેલ્લા ઍક મહિનાથી ચાલી રહી છે જે તાજીયા આગામી તા.૯-૮-ર૦રર મંગળવારના દિવસે ફરનાર છે જે ૧૦ મી મહોર્રમનો દિવસ હશે આ દિવસને આશૂરા કહેવામાં આવે છે. આ પૂર્વે તા.૮-૮-ર૦રર સોમવારના તમામ તાજીયાઓ મેદાનમાં આવી જશે.

ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક અને અંતિમ પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબના દોહીત્ર હઝરત ઇમામ હુસૈનઍ સત્યતાની કાજે ઇરાકના રેતાળ પ્રદેશ કરબલાના તપતા મેદાનમાં યુધ્ધ ખેલી પોતાના ૭૨ પરિવારજનો અને સાથીદારો સાથે ભવ્ય શહિદી પામી ઇતિહાસના પાને અમર થઇ જતા આ ભવ્ય બલિદાન ગાથાની સ્મૃતિમાં દર વર્ષે મહોર્રમ માસમાં તાજીયા બનાવવામાં આવે છે.આ તાજીયામાં અનેક પ્રકારની કલાત્મકતા દર્શાવવામાં આવે છે અને તેમા વિવિધ સજાવટો કરવામાં આવે છે અને તેનો આશૂરાના દિવસે જાહેરમાં હિન્દુ મુસ્લિમો ઍક સાથે દર્શન કરવા ઉમટી પડતા હોઇ ભાઇચારાની ભાવના ઍ સમયે મહેકી ઉઠે છે.

જેમાં પણ કેટલાક સ્થળે દર વર્ષે સંપુર્ણ નવા તાજીયા બનાવાય છે અને કેટલાક સ્થળે જૂના તાજીયા જે ઇમામખાનમાં રાખવામાં આવે છે તેને નવો ઓપ નવી સજાવટ અપાઇ છે. આમ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ગામેગામ તાજીયા બનાવવાની કામગીરી હાલમાં દરરોજ રાત્રે વધી જવા પામી છે.

આ ઉપરાંત મહોર્રમ માસમાં આજથી ૧૩૮૩ વર્ષ પહેલા કરબલા ખાતે બનેલી આ કરૂણગાથાના માનમાં દરરોજ રાતે લતે લતે ખાસ કરીને હુસેની મજાલિસો યોજાય છે. સબીલો રચવામાં આવે છે અને તેના દ્વારા વિના ભેદભાવે સરબત, પાણી, ચા વગેરે વિતરણ કરવામાં આવે છે. જયારે દરરોજ જાહેર નિયાઝના કાર્યક્રમો પણ વિના ભેદભાવે યોજાય છે આ અંગેના આયોજનોને આખરી ઓપ અપાઇ રહ્ના છે.

આ માટે લતે લતે વિવિધ કમિટીઓ કાર્યરત થઇ ગઇ છે. સેંકડો તાજીયા બની રહ્ના છે અને રોશની પણ ગોઠવાઇ રહી છે.

મહોર્રમ માસમાં લતેલતે હુસેની મજાલિસો યોજાય છે તે આગામી તા.૩૦-૭-ર૦રર ની શનિવારની રાત્રીથી જ શરૂ થઇ જશે. જેના આયોજનને આખરી ઓપ અપાઇ રહ્ના છે.

આમ ૩૧ મી જુલાઇથી  જ ૧ લી મહોર્રમ ગણવામાં આવનાર છે. અંગ્રેજી કેલેન્ડરના ૮માં મહિનાના પ્રારંભ સાથે ઇસ્લામી પંચાગનો પ્રથમ મહિનો મહોર્રમ પણ શરૂ થશે અને ૯ મી ઓગસ્ટના ૧૦મી મહોર્રમ મનાવાશે.

યાદ રહે કે, તા. ૩૦ જુલાઇને શનિવારે ૩૦ મી જિલહજજના સાંજે ઇસ્લામી નૂતન વર્ષનો ચંદ્રોદય થશે. જે હિસાબે આશૂરા મંગળવારે રહેશે અને આમ મહોર્રમ મહિનો શરૂ થવાને હવે માત્ર ૬ દિવસ બાકી રહ્ના છે.

રાજકોટમાં જૂદા જૂદા વિસ્તારોમાં તાજીયાઓ, ડોલીઓ અને દુલદુલ બની રહ્ના છે.

જેમાં લક્ષ્મીનગર -૧, નૂરાનીપરા રૈયા રોડ ૧, નહેરૂનગર ૧ બજરંગવાડી - ૧, પોપટપરા - ર, સદર ખાટકી જમાત-૧, તુલારામ રત્નારામ ધોબીનો ૧, પેન્ટર આરીફ નં.૧, મુસ્લિમ લાઇન, બાબરીયા કોલોની, જંગલેશ્વરના ૫૪ તાજીયા જે જંગલેશ્વરમાં જ રહે છે. લાઇન દોરીમાં ફરતા નથી. હૈદરી ચોક ભગવતી સોસાયટી તથા હાઉસીંગ કવાર્ટસ, ગંજીવાડા, માજોઠીનગર મળી કુલ ૧૪ અને ૧૦ ડોલી મોટા પીર છીલ્લા અને ચામડીયા ખાટકીવાસ મળીને ર સોનીબજાર ૧, સીપાહી જમાત - ર ઘાંચીવાડ ૧, કોઠારીયા કોલોની ૧, ઢેબર કોલોની-૧, લક્ષ્મીનગર ૧, બાવાગોર ૧, જિલ્લાવાળી શેરી ૧, રામનાથપરા, મફતીયા પતરાવાડ, નવયુગપરા, રામનાથપરા પોલીસ લાઇન, કુંભારવાડા-૧, મનહરપરા-૧, ફાયરબ્રિગેડ, રાજમોતી મીલપાસે, મફતીયાપરા ર, જિલ્લા ગાર્ડન ૧, આમ કુલ અંદાજીત ૧૪૬ થી વધુ તાજીયાઓ રાજકોટ શહેરમાં બની રહ્ના છે.(૨૧.

(5:34 pm IST)