Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

જન્માષ્ટમી લોકમેળાને આકર્ષક શીર્ષક આપવાના છેલ્લા બે દિવસ

તા.- ૨૭/૦૭/૨૦૨૨ સુધી એન્ટ્રી મોકલી શકાશે: લોકો દ્વારા લોકમેળાના નામકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપાયેલું ઇજન

રાજકોટ:રાજકોટ શહેરમાં રેસકોર્સના મેદાનમાં આગામી જન્માષ્ટમી નિમિત્તે તા.૧૭ ઓગસ્ટ,૨૦૨૨થી યોજાનારા લોકમેળાનું આકર્ષક શીર્ષક લોકો દ્વારા જ આપવાની પ્રથાને અનુસરતા આ વર્ષે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને ઇજન આપવામાં આવ્યું છે. જેને લોકોએ વધાવી મોટી સંખ્યામાં વિવિધ નામો સૂચવવામાં આવ્યા છે.  
મેળાને આકર્ષક શીર્ષક આપવાની છેલ્લી તારીખ  તા.- ૨૭/૦૭/૨૦૨૨ સુધી હોઈ હવે માત્ર બે દિવસ બાકી રહ્યા હોઈ ઇચ્છુક સ્પર્ધક વહેલી તકે એન્ટ્રી મોકલી આપે તેમ સમિતિ દ્વારા જણાવાયું છે.
સ્પર્ધકે પોતાની એન્ટ્રી પત્રથી અથવા ઇ-મેઇલથી મોકલવાની રહેશે. એન્ટ્રી મોકલનારા સ્પર્ધકે સુવાચ્ય અક્ષરમાં પોતાનું નામ, સરનામું, સંપર્ક નંબર લખવાનો રહેશે. ઇમેઇલથી મોકલનાર સ્પર્ધકે પણ સરનામું અને સંપર્ક નંબર અચૂક લખવાનો રહેશે.
સ્પર્ધકોએ એન્ટ્રી મોકલવાનું સરનામું લોકમેળા અમલીકરણ સમિતિ, કલેકટર કચેરી, ખાસ શાખા, શ્રોફ રોડ, રાજકોટ. જ્યારે ઇ-મેઇલ આઇ.ડી. collectorsbranch@gmail.com ઉપર મોકલી આપવાની રહેશે. સમય મર્યાદા બાદ આવેલી એન્ટ્રી ધ્યાને લેવામાં આવશે નહીં. તેમ નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.

(8:03 pm IST)