Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ફૂડ શાખાનું ર૦ વેપારીઓને ત્‍યાં ચેકીંગ : ચા ની ભૂકીના બે નમૂના લેવાય

મનપા દ્વારા માંડા ડુંગર, નાનામવા રોડ ખાતે ચકાસણી

રાજકોટ, તા. ર૪ :  મનપાની ફૂડ શાખા દ્વારા માંડા ડુંગર, નાનામવા રોડ ખાતે લોકોના સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા ન થાય તે માટે ખાદ્ય ઉત્‍પાદકો અને વેચાણકર્તાઓને ત્‍યાં ચેકીંગ હાથ ધર્યુ હતું.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મનપાની ફૂડ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.

ર૦ વેપારીને ત્‍યાં ચેકીંગ

મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે માંડા ડુંગર આજી ડેમ ચોકડી વિસ્‍તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ર૦ ખાણીપીણીના વેપારીઓની ચકાસણી કરવામાં આવેલ જેમાં ઠંડાપીણા, મસાલા, દૂધ, ડેરી પ્રોડકટસ, ખાદ્યતેલ વગેરેના કુલ ર૧ નમૂનાનું સ્‍થળ પર ચેકીંગ કરવામાં આવેલ.

બે નમૂના લેવાયા

ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એકટ-ર૦૦૬ હેઠળ (૧) ચા ભૂકી (લુઝ) - જય સિયારામ ટી સ્‍ટોલ, ક્રિષ્‍ના કોમ્‍પ્‍લેક્ષ શોપ નં. ૪, રાજનગર ચોક નાના મવા રોડ ખાતેની તથા (ર) ચા (પ્રિપેર્ડ લૂઝ) ચામુંડા ટી સ્‍ટોલ, ક્રિષ્‍ના કોમ્‍પ્‍લેક્ષ કોર્નર પાસે,  નાનામવા રોડમાંથી લેવાયા હતા.

(4:43 pm IST)