Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ગ્રેટર ચેમ્‍બર દ્વારા શનિવારે સૌરાષ્‍ટ્ર-કચ્‍છના અગ્રણી ઉદ્યોગપતિઓ-પ્રતિભાઓનું સન્‍માન

   રાજકોટ, તા.,૨૫: દેશ અને વિદેશમાં પોતાના ધંધા અને ઉદ્યોગ દ્વારા નામ રોશન કરનાર સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ઉદ્યોગપતિઓને સન્‍માનવાનો એક કાર્યક્રમ ગ્રેટર રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ ATA AIA લાઇફ ઇન્‍સ્‍યોરન્‍સના સંયુકત ઇન્‍સ્‍યોરન્‍સના સંયુકત ઉપક્રમે તા.ર૬ના શનિવારે સાંજે હોટલ સયાજી, કાલાવડ રોડ રાજકોટ ખાતે યોજેલ છે.

એક અન્‍ય કાર્યક્રમ બે માસ પહેલા આયોજન કરેલ હતો. જેમાં ૧૧ ઉદ્યોગપતિઓનું સન્‍માન કરવામાં આવેલ હતું. હવે આવો જ એક બીજો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૧૩ વ્‍યકિતઓનું સન્‍માન કરવામાં આવશે અને તેઓને ગ્રેટર બિઝનેશ આઇકોન એવોર્ડથી નવાજવામાં આવશે.

આ સન્‍માનમાં હકદારોમાં રાજકોટના પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ, સહકારી ક્ષેત્રના શ્રી જયોતિન્‍દ્રભાઇ મહેતા, એગ્રો ટેકનોલોજીવાળા શ્રી હસમુખભાઇ ગોહીલ, જયપુર ગૃપ જેતપુરના મેનેજીંગ પાર્ટનર શ્રી રાજુભાઇ પટેલ, રોલેકસ રીંગ્‍સના ચેરમેન એમડી શ્રી મનેશભાઇ મડેકા, ફાલ્‍કન પંપના એકઝીકયુટીવ ડાયરેકટર શ્રી કમલનયન સોજીત્રા, મહાદેવ ફેરોકાસ્‍ટ પ્રા.લી.ના ડાયરેકટર શ્રી નિલેશભાઇ આંબલીયા, કેપ્‍ટન ટ્રેકટર પ્રા. લી.ના એમ.ડી.શ્રી રાજેશભાઇ પટેલ, વિક્રમ વાલ્‍વસના ટેકનીકલ ડાયરેકટર શ્રી વી.આર. જૈન, ગીતાગૃપ, ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝ જામનગરના શ્રી સરદારસિંહ જાડેજા, માલાણી કન્‍સ્‍ટ્રકશન કંપની શ્રી ઉમેશભાઇ માલાણી અને શ્રી રાજેશભાઇ માલાણી, ડી.એન.કાસ્‍ટ કંપનીના એમ.ડી. શ્રી ધીરજલાલ એન.દુધાત અને અદાણી ફુડ પ્રોડકટસ પ્રા.લી.ના ડાયરેકટર જીતેન્‍દ્ર અદાણીનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે ગ્રેટર રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા ઇન્‍કમટેક્‍સ કાયદા હેઠળ સર્વે અને સર્ચની જોગવાઇ તથા બિઝનેસ ઇન્‍સ્‍યોરન્‍સ દ્વારા ટેક્‍સ પ્‍લાનિંગના સેમીનારનું આયોજન પણ કરવામાં આવેલ છે.

સમારોહમાં તા. ૨૬ના શનિવારે સાંજે ૪:૩૦ કલાકે સયાજી હોટલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે. આ ઇન્‍કમટેક્ષના સેમીનારના મુખ્‍ય વક્‍તા મેહુલ ઠક્કર તથા દિનેશભાઇ મંત્રી રહેશે.

કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રીરજીસ્‍ટ્રેશન ફરજીયાત છે. ફોન નં. ૭૯૯૦૨ ૦૯૪૮૧ ઉપર ગ્રેટર રાજકોટ ચેમ્‍બરની ઓફીસમાં રજીસ્‍ટ્રેશન કરવામાં આવશે. તેમ એક યાદીમાં ગ્રેટર રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝના પ્રમુખ રાજીવભાઇ દોશી તથા ઉપપ્રમુખ ઇશ્વરભાઇ બાંભોલીયા અને સહમંત્રી જગદીશભાઇ સોની અને TATA AIAલાઇફ ઇન્‍સ્‍યોરન્‍સના અનિકા સંઘવી બિઝનેશ ઇન્‍સ્‍યુરન્‍સ એક્ષ્પર્ટ દ્વારા જણાવવામાં આવે છે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે સહમંત્રી સુનીલભાઇ ચોલેરા, નિયામકો, મયુરભાઇ શાહ, અંકીતભાઇ કાકડીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:41 pm IST)