Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ચૂંટણી ફરજના કર્મચારીઓને મતદાનના બીજા દિવસે રજા

રાજકોટ, તા. રપ : ચૂંટણી પંચ દ્વારા રાજયની વિધાનસભાની ચૂંટણીના મતદાનના બીજા દિવસે સબંધિત કર્મચારીઓને રજાનો લાભ આપવાનું નકકી કરવામાં આવ્‍યું છે.

ચૂંટણી પંચના નાયબ સચિવ નીતિન આચાર્યની સહીથી પ્રસિધ્‍ધ પરિપત્રમાં જણાવાયું છે. કે વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી-ર૦રર તા. ૦૧-૧ર ગુરૂવાર અને તા. ૦પ-૧ર સોમવારના રોજ અનુક્રમે બે તબક્કાઓમાં યોજાવાની છે. સામાન્‍ય રીતે મતદાનના દિવસે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ મતદાન પુરૂ થયા બાદ રીસીવીંગ સેન્‍ટર ઉપર મોડી રાત્રે અથવા તો જો અંતર વધુ હોય તો બીજા દિવસે વહેલી પરોઢે મતદાન સામગ્રી પરત સોંપવા માટે પહોંચતા હોય છે. આથી ચૂંટણી સ્‍ટાફના તેઓના ફરજ પરના પ્રમાણંમાં લાંબા સમયગાળાને ધ્‍યાનમાં રાખી તેઓએ મતદાનના બીજા દિવસે તેમની કચેરીમાં હાજરી આપવાની જરૂર નથી અને તેઓને ફરજ પર હાજર(On Duty) ગણવાના રહેશે છે. મતદાન યોજાય તેવા કિસ્‍સામાં પણ જો મતદાનના બીજા દિવસે ચાલુ દિવસ હોય તો તેવા કિસ્‍સામાં પણ તેઓને ફરજ પર હાજર  (On Duty) ગણવાના રહે છે.

(4:22 pm IST)