Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

જુનીયર ક્લાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા સંદર્ભે જાહેર કરાયેલા પ્રતિબંધક આદેશો

રાજકોટ તા. ૨૫ જાન્યુઆરી - ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, ગાંધીનગર દ્વારા જુનીયર ક્લાર્ક સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા રાજકોટ શહેરમાં અલગ-અલગ શાળા-કોલેજોના કેન્દ્રોમાં તા.૨૯/૦૧/૨૦૨૩ના સવારે ૦૮ વાગ્યાથી ૧ વાગ્યા દરમ્યાન લેવાનાર છે. પરીક્ષાર્થીઓ કોઇપણ જાતની ખલેલ વિના મુક્ત અને શાંત વાતાવરણમાં આપી શકે તેમજ બહારના કોઇ તોફાની તત્વો આ પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ખલેલ પહોંચાડે નહીં તથા પરીક્ષા દરમ્યાન કોઇ ગેરકાયદેસરની પ્રવૃતિ આચરે નહીં તે સબબ રાજકોટ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કે.બી.ઠક્કર  દ્વારા જાહેર કરાયેલા પ્રતિબંધ આદશો મુજબ શાળા (પરીક્ષા કેન્દ્રો)ની આજુબાજુની ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઇ સ્ટેશનર્સ કે વેપારીઓ કે શાળાઓના સંચાલકો ઝેરોક્ષ મશીન ચાલુ રાખશે નહીં. પરીક્ષા સ્થળની આસપાસના ૧૦૦ મીટર (એકસો મીટર) ત્રિજયાના વિસ્તારમાં પરીક્ષામાં ગેરરીતિ કરવાના ઈરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષામાં ખલેલ પાડવાના ઈરાદાથી ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રિત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહી તેમજ પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુટુથ, ઈયરફોન, કેમેરા, લેપટોપ વગેરે જેવા ઈલેકટ્રોનિક ગેઝેટ તેમજ પુસ્તક અન્ય સાહિત્ય કે કોઈ પણ પ્રકારની અન્ય વસ્તુઓ ઉમેદવારોએ લઈ જવા નહી. તેમજ ૧૦૦ મીટર (એકસો મીટર) ત્રિજયાના વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવું નહીં અને ઝેરોક્ષ તથા લીથોની કામગીરી કરતી દુકાનો પરીક્ષાના દિવસે એટલે કે તા.૨૯/૦૧/૨૦૨૩ ના રોજ સવારે ૦૮:૦૦ થી બપોરે ૧૩:૦૦ કલાક સુધી બંધ રાખવી. ઉપરાંત પરીક્ષાના દિવસે વિજપુરવઠો ખોરવાય નહી તે માટે પરીક્ષાના દિવસે તા.૨૯/૦૧/૨૦૨૩ ના રોજ સવારે ૦૮:૦૦ થી બપોરે ૧૩:૦૦ કલાક સુધી ખોદકામ ન કરવું આ આદેશોનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

(12:56 pm IST)