Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

શહેરમાં વાહનો માટે સ્પીડ લિમીટ નક્કી કરાઇઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનું જાહેરનામુ

ત્રીસ દિવસ સુધીમાં લોકો તરફેણમાં અને વિરોધમાં વાંધા રજૂ કરી શકશે

રાજકોટ તા. ૨૫: શહેરમાં વધતી જતી વસ્તીની સાથોસાથ વાહનોની સંખ્યા પણ ખુબ વધી ગઇ છે. શહેરનો વિકાસ થયો છે એ સાથે વાહનોની સંખ્યા પણ વધારે થઇ ગઇ છે. પરંતુ વર્તમાન રસ્તાઓની પહોળાઇ સામે ટ્રાફિકની ગીચતા વધુ રહે છે. અમુક માર્ગો પહોળા અને પાક્કા બનાવવામાં આવ્યા છે. પરંતુ આમ છતાં ટ્રાફિક સમસ્યા ઉભી રહે છે. શહેરમાં અમુક તીવ્ર ગતિવાળા પાવરફુલ વાહનોની સંખ્યા પણ ખુબ વધી ગઇ છે. યુવા વર્ગમાં આવા વાહનોનો ક્રેઝ વધ્યો છે અને તેઓ વધુ ગતિથી (ઓવરસ્પીડથી) વાહનો ચલાવતાં રહે છે. આ કારણે અકસ્માતો સર્જાય છે અને લોકોના જાનમાલને નુકસાન પહોંચે છે. આ બાબતોને ધ્યાને રાખી પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે હવે સમગ્ર શહેરમાં વાહનો માટે સ્પીડ લિમીટ નક્કી કરી છે. નક્કી થયેલી સ્પીડ લિમીટ કરતાં વધુ ઝડપથી વાહન ચલાવનારા સામે કાયદેસરની કાર્યવાહી થશે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જાહેરનામા દ્વારા જણાવ્યું છે કે મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ની કલમ ૧૧ (૨) અન્વયે મળેલી સત્તા અંતર્ગત શહેર પોલીસ કમિશનરેટ એરિયામાં તથા મહાનગર પાલિકા વિસ્તારમાં જે તે વાહનોની ગતિ મર્યાદા ઉપર વાજબી નિયંત્રણ મુકવાનો નિર્ણય કર્યો છે. પોલીસ પાસે સ્પીડ લિમીટ પામવા માટેના અમુક સાધનો છે તેનો ઉપયોગ કરવામાં આવશે તેમજ સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરાશે

આ હંગામી જાહેરનામુ પ્રસિધ્ધ થયાની તારીખથી ૩૦ દિવસ સુધીમાં કોઇ નાગરિકો કે સંસ્થાને આ જાહેરનામાના સમર્થનમાં કે વિરોધમાં કંઇ રજૂઆત કરવી હોય તો લેખિતમાં વાંધા સુચનો રજૂ કરવાથી તે અંગે વિચારણા કરવામાં આવશે.

ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, પોલીસ વાહન અને તાકીદની કામગીરી માટે જઇ રહેલા વાહનચાલકોને આ જાહેરનામુ લાગુ પડશે નહિ.

કયા વાહનો કેટલી સ્પીડથી ચલાવવા તે જાણો

(1:06 pm IST)