Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

લીંબડીમાં ભારતીય મઝદુર સંઘનું મળી ગયેલ ૧૮ મું ત્રિવાર્ષિક અધિવેશન

રાજકોટ : ભારતીય મઝદુર સંઘ ગુજરાત પ્રદેશનું ૧૮ મું અધિવેશન લીંબડીમાં જાખણ ખાતેના રાજરાજેશ્વર મંદિરે યોજાયુ હતુ. કોરોના ગાઇડ લાઇન પાલન સાથે મળેલ આ અધિવેશનના ઉદ્દઘાટક તરીકે ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના એકઝીકયુટીવ ચેરમેન આઇ. કે. જાડેજા તથા મુખ્ય અતિથી તરીકે મઝદુર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સજીનારાયણજી, વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ હીરન્મય પંડયાજી તથા લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે મઝદુર સંઘના પ્રભારી રાજબીહારીજી શર્મા અને લાઇફ મિશન સેન્ટરના સેક્રેટરી અશોકસિંહ ગોહીલ ઉપસ્થિત રહ્યા હતા. અધિવેશનના પ્રારંભે મઝુદર સંઘના પ્રદેશ પ્રમુખ વાલજીભાઇ ચાવડાના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવેલ. પ્રથમ દિવસનું સંચાલન પ્રદેશમંત્રી સહદેવસિંહ જાડેજાએ કરેલ. સત્ર ૪ માં અલગ અલગ વિભાગની બેઠક યોજવામાં આવેલ. જેમાં વાલજીભાઇ ચાવડા, વલ્લભભાઇ વાછાણી, અરવિંદભાઇ પરમાર, રાજબિહારી શર્મા, વિનોદભાઇ શર્માએ માર્ગદર્શક વકતવ્ય આપેલ. મઝદુર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઇ દવેએ પ્રાસંગીક પ્રવચનમાં જણાવેલ કે સંગઠન મહાન છે, વ્યકિત નહી. જયારે કોઇપણ વ્યકિત સંઘ સાથે જોડાય ત્યારે કોઇપણ હોદાની અપેક્ષા રાખ્યા વગર કાર્ય કરે તો પ્રગતિ નકકી જ હોય છે. અધિવેશનના બીજા દિવસે મહીલા સત્ર યોજવામાં આવેલ. જેનું સંચાલન મહીલાઓએ જ સંભાળ્યુ હતુ. જેમાં મહિલા સશકિતકરણ તેમજ આંગણવાડી કે અન્ય ક્ષેત્રમાં સંકળાયેલ સંગઠીત મહીલાઓના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણચા કરવામાં આવી હતી. સંઘની પ્રણાલી મુજબ સંઘના ચુંટણી અધિક્ષક વી. આર. વાછાણીએ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સહદેવસિંહ જાડેજા અને પ્રદેશ મંત્રી તરીકે વી. પી. પરમારની નિમણુંક જાહેર કરી હતી. જે બદલ રાજકોટ ગુજરાતના કાર્યકરોમાં ખુશી પ્રસરી હતી. સૌએ આ નિમણુંકને આવકાર આપ્યો હતો.

(2:55 pm IST)