Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

વોર્ડ નં. ૧૨ માં ગોકુલધામ સોસાયટી દ્વારા પ્રદીપ ડવનું ભાવભીનું સન્માન

કોરોના વેકસીન અંગે જાગૃત થવા મેયરની સૌને અપીલ : વોર્ડ વાઇઝ બુથ ઉભા કરવા તૈયારી

રાજકોટ : તાજેતરમાં વોર્ડ નં. ૧૨ ખાતે ગોકુલધામ સોસાયટીના લોકો દ્વારા નવનિયુકત મેયરનું સન્માન કરાયુ હતુ. કોવિડ-૧૯ ની પરિસ્થિતિ ધ્યાને લઇ સોશ્યલ ડીસ્ટન્સ, માસ્ક, સેનીટાઇઝર સહીતના નિયમોનું પાલન કરવા માટે મહત્વના યોજાયેલ આ કાર્યક્રમમાં સંબોધન કરતા યુવા મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્યુ હતુ કે સૌ કોરોના વેકસીન લેવા જાગૃતી દાખવે. દરેક વોર્ડમાં વેકસીન બુથ શરૂ કરવા અમારી તૈયારી છે. ઉપરાંત અન્ય કોઇપણ પ્રશ્નો હોય તો મેયર બંગલે દરરોજ સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ સુધી કાર્યાલય ખુલ્લુ રહેશે. લેખિતમાં કોઇપણ અરજી અપાશે તેના પર પુરતુ ધ્યાન અપાશે. મેયરની આવી તત્પરતાને સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. તેમજ સોસાયટીના લોકોએ પણ વેકસીન લેવા કટીબધ્ધતા દર્શાવી હતી. આ કાર્યક્રમમાં મેયર ઉપરાંત વોર્ડ નં. ૧૨ ની પેનલના અસ્મિતાબેન દેલવાડીયા, મિત્તલબેન લાઠીયા, મગનભાઇ સોરઠીયા તેમજ સાથી કાર્યકરો પણ હાજર રહ્યા હતા. વોર્ડ નં.૧૨ ગોકુલધામ સોસાયટીવતી મનોજભાઇ ભટ્ટી, રઘુવીરસિંહ દરબાર, બકુલ રૂપાણીએ પ્રદિપભાઇને પુષ્પગુચ્છ અને સન્માનપત્ર આપી બહુમાન કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વજુભાઇ ગેડીયા, હિરેનભાઇ સોલંકી, જયદેવભાઇ વ્યાસ, પ્રતાપભાઇ વ્યાસ, હર્ષદભાઇ સોરઠીયા, રઘુવીરસિંહ દરબાર, મનોજભાઇ ભટ્ટી, અક્ષિત કારેલીયા, હરેશભાઇ વામજા, ચેતનભાઇ, હરેશભાઇ પીપળીયા, સિધ્ધાર્થસિંહ ઝાલા, સાજણભાઇ ભરવાડ તેમજ ગોકુલધામ સોસાયટીના લોકોએ જહેમત ઉઠાવી હતી.

(3:05 pm IST)