Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

કોરોના કાળમાં સેવા આપનાર સેવાભાવી આગેવાનોને સમાજ સેવક રત્ન એવોર્ડ અર્પણ

શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘ સંચાલીત માંડવી ચોક દેરાસરજી દ્વારા

રાજકોટ તા. ૨૬ : કોરોના કપરા કાળમાં લોકડાઉન દરમ્યાન અનોખીઙ્ગ સેવા આપનારઙ્ગ અમીનેષભાઈ રૂપાણીનું ભવ્ય સન્માન યોજાયું. આ સાથે નિલેશભાઈ કામદારને કર્તવ્ય નિષ્ઠાઙ્ગ એવોર્ડ પણ અર્પણ કરવામાં આવેલઙ્ગ હતો, સમાજ શ્રેષ્ઠિ સાનિધ્યમા એવોર્ડ પ્રસંગ અર્પણ કરાયેલ, સંઘના પ્રમુખ જીતુભાઈ ચા વાળા જૈન વિઝન સંયોજક મિલનભાઈ કોઠારી, મિતુલભાઈ વસા, ભાવેશભાઇ વોરા શ્રીમતી તેજલબેન હિરેનભાઈ કોઠારી (એડવોકેટ) વગેરેની ઉપસ્થિતમાં ભવ્ય સન્માન પ્રસંગ યોજાયેલ સન્માનનિત મહાનુભાવોને સંઘ દ્વારા ખાસ મોમેન્ટો અને કાશમીરના કારીગર દ્વારા તૈયાર કરેલ શાલ અને ખેસ દ્વારા સન્માનીત કરાયેલ હતા.

આ સાથે સર્વએ ૧૯૪ વર્ષ પ્રાચીન તીર્થ સ્થાનમાં બિરાજમાન ભગવાન શ્રી મણિભદ્રદાદાની આરતીનો લાભ લીધેલ હતો આ તકે સન્માનનો પ્રતિભાવ આપતા અમિનેષભાઈ રૂપાણી જણાવેલ હતુંઙ્ગ દાદાના આશીર્વાદ છે, કે લોક સેવાના અને જીવદયાના કાર્યમાં આવા કપરા સમયમાં આપણે સર્વ એકબીજા સારા કાર્યમાં નિમિત્ત બની શકયા અનેઙ્ગ સર્વને વેકસીનનો જાગૃતાઙ્ગ સાથેઙ્ગ કોઈ પણ ડર રાખ્યા વગર રાજકોટ ગુજરાત અને સમગ્ર ભારત કોરોના મુકત બને તો વહેલી તકે ૪૫ થી ૬૦ થીઙ્ગ વચ્ચેનાઙ્ગ ઉંમરના લોકોને વહેલામાં વહેલી તકે વેકસીન લગાડી લેવા અને અન્યનોને આ જાગૃતિ અભિયાનમાં જોડવા અનુરોધ અને હાકલ કરી હતી. સમગ્ર આયોજન સંઘ પ્રમુખ જીતુભાઇ ચા વાળાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ હતું.

(3:06 pm IST)