Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

શ્રી શ્યામલાલજીની હવેલીમાં કાલે પ્રભુના દર્શનની ઝાંખીઃ હોલી ફુલફાગ રસીયા

રાજકોટઃ અહિંના પંચનાથ મેઇન રોડ ઉપર જયસીયારામ પેંડાવાળાની સામે આવેલ સુપ્રસિધ્ધ શ્રીશ્યામ લાલજીની હવેલી (જુની સદરની હવેલી)  કુંજ એકાદશીએ ફુલફાગ રસીયાનું આયોજન કરાયું  હતુ.  હવે આવતીકાલે તા.૨૮ના શનિવારે સાંજે ૬ થી ૮ પ્રભુના રાડના દર્શનની ઝાંખી થશે, તેમજ પ્રભુ ખેલના દર્શન થશે. સાથો સાથ શ્રી શ્યામલાલજી પ્રભુ સન્મુખ હોલી ફુલફાગ રસિયાનું આયોજન કરેલ છે. સરકારી નિયમોના પાલન સાથે માસ્ક ફરજીયાત અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું. સમસ્ત વૈષ્ણવોને  લાભ લેવા શ્રી જયેશભાઇ મુખ્યાજી મો.૮૫૧૧૭ ૬૩૭૬૩એ અનુરોધ કર્યો છે.

(3:07 pm IST)