Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

પોલીસ ભરતી પરીક્ષામાં નિયમોમાં બદલાવ કરોઃ વેઇટીંગ લીસ્ટ ખાસ રાખોઃ કઠોર માપદંડ કેમ? !: આવેદન અપાયું

પોલીસ ભરતી પરીક્ષાના નિયમો અંગે રાજકોટના યુવાનોએ કલેકટરને આવેદન પાઠવી રજુઆતો કરી હતી.

રાજકોટ, તા., ૨૬: ગુજરાતના અને રાજકોટના યુવાનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી પોલીસ ભરતી પરીક્ષામાં નિયમોમાં બદલાવ કરવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે તાજેતરમાં રાજયના ગૃહ વિભાગ દ્વારા પીએસઆઇ અને એએસઆઇની પોલીસની ભરતીના માટેની જાહેરાત પ્રકાશીત કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓની આ પ્રમાણેની માંગ છે.

પોલીસ વિભાગની ભરતીના અંતર્ગત જે પીએસઆઇ, એએસઆઇની ભરતી માટે દોડમાંથી જે ૧પ ગણા ઉમેદવારોને જ બીજા તબક્કાની પ્રાથમીક લેખીત કસોટી માટે ઉતીર્ણ કરવાની મર્યાદાને રદ કરવામાં આવે.  પ્રતીક્ષા યાદી (વેઇટીંગ લીસ્ટ) રાખવામાં આવે જેથી જે પરીક્ષા પાસ કરીને નોકરી સ્વીકારવા નથી માંગતા અથવા કોઇ કારણોસર ગેરલાયક ઠરાવવામાં આવે છે તો પ્રતીક્ષા યાદીમાંથી વિદ્યાર્થીઓને અધિકારી બનવાની તક મળે. ભરતી પરીક્ષામાં જે વિદ્યાર્થી કોલેજના છેલ્લા વર્ષમાં હોઇ છે એમને પરીક્ષા આપવાની તક આપવામાં આવે. નોટીફીકેશનમાં કેટેગરી પ્રમાણેની સીટો ફાળવણીમાં જે વિસંગતતાઓ દેખાય રહી છે તેને દુર કરવામાં આવે.

ઉમેદવારોની વર્તમાન નોટીફીકેશન મુજબ મુંજવતા પ્રશ્નોઃ

અન્ય રાજયોના પોલીસ ભરતી બોર્ડ કે ફિઝીકલ પરીક્ષાઓમાં સૌથી અઘરી ગણાતી આર્મી જેવા પરીક્ષાર્થીઓમાં સૌથી અઘરી ગણાતી આર્મી જેવી પરીક્ષાર્થીઓમાં પણ આટલા કઠોરમાપદંડ હોતા નથી તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ શા માટે આટલા કઠોર માપદંડ રાખવા માંગે છે.

તમામ જગ્યાઓને કેટેગરી પ્રમાણે ત્રણ વાર ભાગલા પાડવાનો શો મતલબ છે. તે ભરતી બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવશે.અચાનક નિયમોમાં બદલાવ કરવાની શું આવશ્યકતાઓ પડી?

ભર ઉનાળામાં ફિઝીકલ પરીક્ષા લેવાનું કારણ? અને જોઇ કોઇ વિદ્યાર્થીને જીવનું જોખમ ઉભુ થયું કે પછી અઘટીત દુર્ઘટના બની તો એનો જવાબદાર કોને ગણવામાં આવશે.?

અત્યાર સુધી પોલીસ ભરતીથી લઇને તમામ ભરતીમાં  પ્રતીક્ષા યાદી જાહેર કરવામાં આવે છે જેનાથી દરેક ઉમેદવારનો ફાયદો  જ થતો હતો તો અત્યારે તેને દુર કરવાનો અર્થ કે લાભ શું? ઉપરોકત બાબતે તાકીદે યોગ્ય કરવા વિનંતી કરી છે. જો યોગ્ય નહી થાયતો વિદ્યાર્થીઓ કોરોના કાળમાં આંદોલન કરશે. અને જે કાંઇ હાની થશે તેની જવાબદારી સરકાર, એમના મંત્રી અને પોલીસ ભરતી બોર્ડની રહેશે.

(3:09 pm IST)