Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

સુરત મનપાએ માસ્કનો દંડ બંધ કર્યોઃ રાજકોટ પણ બંધ કરાવોઃ 'આપ' ની માંગ

રાજકોટ આમ આદમી પાર્ટીનાં કાર્યકરોએ  સુરતમાં જે પ્રકારે માસ્કનો દંડ વસુલવાનું બંધ થયુંછે તે પ્રકારે રાજકોટમાં પણ દંડ બંધ કરાવવા મેયરને આવેદન આપી રજુઆત કરી તે વખતની તસ્વીર (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

રાજકોટ તા. ર૬ : અત્રેની આપ આદમી પાર્ટીનો કાર્યકરોએ સુરત મ.ન.પા.એ માસ્કનો દંડ વસુલવાનું બંધ કરી દીધાનું જણાવી અને રાજકોટમાં પણ માસ્કનો દંડ વસુલવાનું બંધ કરાવવા મેયરશ્રીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

આવેદનમા જણાવાયુંછે કે આમ આદમી પાર્ટી રાજકોટ શહેર દ્વારા આપશ્રીને વિનંતી સાથ જણાવવાનું કે કોરોના સમયમાં રાજકોટ મ્યુનિસીપાલટી દ્વારા માસ્ક ના પહેરવા વાળા નાગરીકો પાસેથી દંડ વસુલ કરવામાં આવે છે જે દંડ પ્રજા પાસે હાલ મંદિની પરિસ્થિતિ જોઇને પોતાનું ભરણ-પોષણ કરવા માટેના પણ ફંફા મારતા હોય અને દંડ ભરવા માટેના રૂપિયા પણ ન હોય અને આ આકરી દંડની રકમ ભરવાનો નિયમ મ્યુનિસીપાલ્ટી કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા બંધ કરાવવો જોઇએ.

કેમ કે સુરત મ્યુન્સિપાલટી દ્વારા માસ્ક વગરની વ્યકિતને જે દંડ કરવામાં આવતો હતો ત્યારે નવ નિયુકત મેયરશ્રી એ માસ્કના વગરના નાગરીકોને દંડ ના બદલે ફ્રી માસ્ક આપી અને માસ્ક પહેરવા અંગેજાગૃતતા કેળવવાનું અભિયાન શરૂ કરેલ છે ત્યારે સુરત મેયરશ્રીનું અનુકરણ કરી અને રાજકોટની પ્રજાના હિતમાં હિતલક્ષી નિર્ણય લઇ માસ્કનો દંડ બંધ કરાવવા માંગે છે.

(3:47 pm IST)