Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

યુનિવર્સિટી પીઆઇ એ. એસ. ચાવડાની રીડરમાં બદલીઃ તેના સ્‍થાને વાય. બી. જાડેજાને મુકાયા

રાજકોટ તા. ૨૬: શહેરમાં શનિવારે પાંચ પોલીસ ઇન્‍સપેક્‍ટરની અરસ પરસ બદલીનો હુકમ થયા પછી ગત સાંજે વધુ બે પોલીસ ઇન્‍સપેક્‍ટરની બદલી થઇ છે. જેમાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇને રીડરમાં મુકવામાં આવ્‍યા છે અને તેમની જગ્‍યાએ રિઝર્વ પીઆઇ વાય. બી. જાડેજાની નિમણુંક થઇ છે.
શનિવારે શહેર એસઓજીના પીઆઇ સી. જી. જોષીને એ-ડિવીઝનમાં બદલવામાં આવી તેમના સ્‍થાને ગાંધીગ્રામના જે. ડી. ઝાલાને મુકાયા હતાં. જ્‍યારે જે. ડી. ઝાલાના સ્‍થાને એરપોર્ટના પીઆઇ જી. એમ. હડીયાની નિમણુંક થઇ હતી. એરપોર્ટ પોલીસ સ્‍ટેશનનો હવાલો ટ્રાફિકના પીઆઇ વી. આર. રાઠોડને અપાયો હતો. એ-ડિવીઝનના પીઆઇ વી. જે. ફર્નાન્‍ડીઝની ટ્રાફિકમાં બદલી થઇ હતી.
દરમિયાન ગત સાંજે પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે વધુ બે પીઆઇની અરસ પરસ બદલી કરી છે. જેમાં યુનિવર્સિટી પીઆઇ અજીતસિંહ એસ. ચાવડાને રીડર બ્રાંચમાં મુકાયા છે. તેની જગ્‍યાએ પીઆઇ વાય. બી. જાડેજાની નિમણુંક થઇ છે.

 

(10:36 am IST)