Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

પુષ્‍ટી માર્ગના સ્‍થાપકશ્રી વલ્લભાચાર્યનું પૃથ્‍વી પર અવતરણ સવંત ૧૫૩૫ ચૈત્ર એકાદશીએ શ્રી ચંપારણમાં થયેલ : પુષ્‍ટીમાર્ગ મતલબ પોષણ અને કૃષ્‍ણ કૃપા

વિશ્વના વૈષ્‍ણવોને અમુલ્‍ય પુષ્‍ટી માર્ગ ધર્મના જનકશ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યના પૃથ્‍વી પર અવતરણ પર્વ પર અર્પણ : શ્રી વલ્લભાચાર્યના માતા- પિતાએ દિવ્‍ય સોમયજ્ઞ કરેલ તેના ફળરૂપે શ્રી કૃષ્‍ણ ભગવાને શ્રી વલ્લભાચાર્ય ને પુત્રે રૂપે આપેલઃ શ્રી વલ્લભાચાર્ય સંસ્‍કૃતી અને ધર્મના રક્ષણ માટે મસ્‍તક ઉપર ઠાકોરજી રાખી ખુલ્લા પગે ભ્રમણ કરતા આ ભમ્રણ દરમ્‍યાન ૮૪ જગ્‍યાએ વિશ્રામ કરેલ જેને વૈષ્‍ણવ બેઠક તીર્થધામ તરીકે ગણી તેની યાત્રા કરે છે : શ્રીજી બાવાશ્રીએ ગોકુળમાં (ઠકુરાણીધાટ) ઉપર શ્રી વલ્લભાચાર્યને દર્શન આપી વૈષ્‍ણવતાનો અમર મંત્ર આપેલઃ શ્રી વલ્લભાચાર્યના પુત્ર શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજીનું સ્‍વરૂપ છે : શ્રી ગોસાઈજીનો પુષ્‍ટી માર્ગને સમૃઘ્‍ધ કરવામાં અમુલ્‍ય ફાળો છે : શ્રી વલ્લભાચાર્યએ વૈષ્‍ણવોને પુષ્‍ટીમાર્ગમાં ત્રણ સેવા જણાવેલ છે તનુજા, વિતજા અને માનસી

જનજાગૃતી અભિયાન મંચના પ્રમુખશ્રી તખુભા રાઠોડ એક ધર્મ સંકલીત માહિતિના આધારે દેશ અને દુનીયાના ધર્મપ્રેમીઓને જણાવે છે.

આ દેશની ધાર્મિક સંસ્‍કૃતી અતિ ભવ્‍ય અને જાજરમાન છે અહીં હજારો વર્ષમાં અનેક સંતશ્રી સાધુ પુરૂષ માનવ રૂપે જન્‍મી ભગવાનરૂપે પુજાય છે આપણી પ્રજા જન્‍મજાત ધાર્મિક અને ઈશ્‍વર ઉપર અખંડ શ્રઘ્‍ધા રાખનારી છે જેથી દેશમાં અગણીત ધર્મ સંપ્રદાય અનેક સાધુ સંતો પ્રજાને ધર્મજ્ઞાનોમાં લાભ આપે છે.

અનેક ધર્મ સંપ્રદાય પૈકીનો એક પુષ્‍ટીમાર્ગ દેશ અને દુનીયાના કરોડો વૈષ્‍ણવના પુષ્‍ટીમાર્ગના જન્‍મદાતા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્ય સવંત ૧પ૩પ ચૈત્ર વદી અગીયારસે પૃથ્‍વી ઉપર અવતરણ થયેલા. શ્રી મહાપ્રભુજીનું પ્રાગટય તૈંલંગ બ્રાહમણ પરિવારમાં છતીસગઢ નજીક જંગલ વિસ્‍તારમાં થયેલ તેઓ વૈશ્‍વાનર (અગ્નિ) વલ્લાભાચાર્ય અવતાર ગણાય છે.

ધર્મ શાસ્‍ત્રોના મતે વલ્લભાચાર્ય અધુરા માસે અવતરેલ બાળક હતું તેમના માતા- પિતા શ્રી લક્ષ્મણભટૃજી અને ઈલમ્‍માજીએ સોમયજ્ઞ કરેલ જેથી તેમને શ્રી પુરૂષોતમ ભગવાને આપેલ વચન મુજબ પુત્ર પ્રાપ્‍ત થયેલ અને એ બાળક એટલે કરોડો વૈષ્‍ણવના મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્ય.

મહાપ્રભુજીએ માત્ર પાંચ વર્ષની ઉંમરે ચાર વેદ ઉપનીષદ અને છ દર્શનનો અભ્‍યાસ પૂર્ણ કરેલ દેશના ધર્મ સંસ્‍કૃતીના રક્ષણ માટે અતિ કઠોર પરીક્રમા કરેલ પદયાત્રા માટે શ્રી મહાપ્રભુજીએ અતિ કઠોર પ્રતિજ્ઞા લીધેલ આ જીવન સીવેલા કપડા પહેરીશ નહી પગમાં પાદુકા પહેરીશ નહી અને નગરની બહાર નદીના કાંઠે જ વિશ્રામ કરીશ તેઓ આ કઠીન પ્રતિજ્ઞા મુજબ જ ઠાકોરજીને મસ્‍તક ઉપર રાખી ભ્રમણ કરતા શ્રી વલ્લભાચાર્ય એ વિવિધ ૮૪ સ્‍થળોએ વિશ્રામ કરેલ જેથી આ જગ્‍યાઓ પુષ્‍ટિ માર્ગમાં તિર્થ સ્‍વરૂપ બેઠકો ગણાય છે જેથી દરેક વૈષ્‍ણવનો ભાવ હોઈ છે કે આ ૮૪ બેઠકના જીવનમાં એક વખત દર્શન કરવા છે વૈષ્‍ણવ ધર્મના મતે શ્રીજી બાવાએ વ્રજ ભુમિ ઉપર (ઠકુરાણી ઘાટ) ગોકુળમાં દર્શન આપી શ્રી વલ્લભને વચન આપેલ કે તમો પૃથ્‍વી ઉપરના જીવાત્‍માઓને બ્રહ્મ સંબંધ આપો આમ વૈષ્‍ણવતારનો અમર મંત્ર શ્રીજી બાવાઓ શ્રી વલ્લભને આપેલ જેથી આજ સમગ્ર દેશમાં શ્રી કૃષ્‍ણ શરણમમ્‌ ચારે દિશામાં ગુંજે છે તેમના વૈષ્‍ણવોને ઉપદેશ હતો કે સદાય શ્રીજી બાવાના શરણે રહેવું શ્રી વલ્લભાચાર્ય અનેક ગ્રંથો લખેલ છે સુબોધિનીજી પુષ્‍ટી માર્ગનો આધાર ગ્રંથ છે અન્‍ય ગ્રંથમાં તત્‍વાર્થ પોડષગ્રંથ.

પુષ્‍ટી એટલે પોષણ અને કૃષ્‍ણ કૃપા આ માર્ગમાં સંપૂર્ણ ભગવતકૃપા પર આધારીત છે અન્‍ય માર્ગમાં જીવ પ્રભુ તરફ પ્રયાણ કરે છે જયારે પુષ્‍ટી માર્ગમાં ભગવાન જીવાત્‍મા તરફ પ્રયાણ કરે છે (શરણસ્‍ય સમઘ્‍વાર વિજ્ઞાયામ્‍પહંમ)

ગુજરાતમાં વૈષ્‍ણવ ભકિત અવતરીત કરનાર શ્રી વલ્લભાચાર્યજી છે શ્રી વલ્લભાચાર્યના પુત્ર શ્રી ગુસાઈજીનો વૈષ્‍ણવ ભકિતને સમૃઘ્‍ધ કરવામાં સિંહ ફાળો છે ખુદ વિઠ્ઠલનાથજી ગુસાઈ સ્‍વરૂપે પ્રગટ થયા હતા પુષ્‍ટી માર્ગમાં ભગવાનને બાળ પુત્ર માની એની સેવા કરવી આ પ્રથા શ્રી વલ્લભાચાર્ય પાડેલ શ્રી વલ્લભાચાર્ય પુષ્‍ટી માર્ગમાં ત્રણે પ્રકારની સેવા બતાવેલ છે તનુજા, વિતજા, અને માનસી .

શ્રી વલ્લભાચાર્ય સતત જણાવતા ‘સ્‍મરણમ ભજનમ આર્પી' મતલબ જીવાત્‍મા એ માત્ર બે વસ્‍તુ જ કરવાની ભગવાન સ્‍મરણ અને ભજન કલીયુગમાં મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યનો શ્રી મદ ભાગવતનો મહીમા ગીરીરાજજીનો મહીમા અને ગોવર્ધનના મહીમા અતિ સુંદર સમજાવ્‍યો છે.

ચિંતા સંતાન હન્‍તારો યત્‍યાદામ્‍બુજ રેણવ

રવીયાના તાન્રિજી ચાર્યન પ્રણામિમ મુહુર્મુહ

જેમના ચરણ કમળની રજ પોતાના સેવકોની ચિંતાથી ઉદભવનારી તકલીફો અને દુઃખોનો નાશ કરનારી છે તેવા પોતાના આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી તથા તેમના વંશજ આચાર્ય ચરણોને વારંવાર પ્રણામ કરૂ છું.

કળયુગનાં અતિ વિસમ કાળે વલ્લભાચાર્ય મહાપ્રભુજી જગતના જીવાત્‍માને શરણે રાખી સદાય રક્ષણ કરો એ જ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ચરણમાં કોટી કોટી વંદન સહ પ્રાર્થના.

: સંકલન :

તખ્‍તસિંહ (તખુભા) રાઠોડ

મો. ૯૮૨૪૨ ૧૬૧૩૦

(10:59 am IST)