Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

LIC નો IPO જે દિવસે ખુલશે તે દિવસે રાજકોટ સહિત દેશભરમાં કર્મચારીઓની ર કલાકની હડતાલ

દેશભરમાં સુત્રોચ્‍ચાર-ઉગ્ર દેખાવો થશેઃ બે યુનિયનો દ્વારા ખાસ પરિપત્ર જાહેર કરાયો

રાજકોટ, તા., ૨૬:  LIC યુનીયન આગેવાનોની યાદી ઉમેરે છે કે  સરકાર IPO લાવી એલ.આઈ.સી.ને સ્‍ટોક એક્‍સચેન્‍જ પર સૂચિબદ્ધ કરવા કટિબદ્ધ છે.મીડિયાના અહેવાલો મુજબ, LIC બોર્ડે IPOનું કદ અગાઉના ૫ ટકાથી દ્યટાડીને ૩.૫ ટકા કર્યું છે.  એવો અંદાજ છે કે સરકાર LIC માંથી તેના ૩.૫ ટકા શેરનું ડિસઇન્‍વેસ્‍ટિંગ કરીને આશરે રૂા. ૨૧,૦૦૦ કરોડ અર્જિત કરવા ધારે છે. LIC ટૂંક સમયમાં સેબીમાં સુધારેલી અરજી ફાઇલ કરે તેવી અપેક્ષા છે. રાજકોષીય ખાધને પહોંચી વળવા માટે કેટલાક સંસાધનો એકત્ર કરવા માટે એલઆઈસીના શેર વેચવાની સરકારની નિરાશા સ્‍પષ્ટ છે.  આ નિરાશા એ હકીકત પરથી વધુ સ્‍પષ્ટ થાય છે કે સરકારે,મીડિયા અહેવાલો અનુસાર, LICનું મૂલ્‍યાંકન લગભગ રૂ. ૧૫ લાખ કરોડના અગાઉના અંદાજોથી દ્યટાડીને રૂ.૬ લાખ કરોડ કર્યું છે. આ દ્યટના દેશના લાખો પોલિસી ધારકો અને નાગરિકો સાથે વિશ્વાસના ગંભીર ભંગ સમાન છે કે જેમણે આટલા વર્ષો LIC ને ટેકો આપ્‍યો છે. કર્મચારીઓના પરસેવા અને પરિશ્રમ અને વીમાધારક જનતાના સમર્થનથી બનેલી રાષ્ટ્રની અમૂલ્‍ય સંપત્તિને સસ્‍તા ભાવે વેચવાનો આ સૌથી કનિષ્ઠ પ્રયાસ છે. સરકારના પ્રવક્‍તા ખુલ્લેઆમ હિમાયત કરી રહ્યા છે કે શેરની કિંમત ઓછી રાખવામાં આવી રહી છે જેથી રોકાણકારો ઊંચા લિસ્‍ટિંગ ભાવથી નફો મેળવી શકે. નવ-ઉદાર આર્થિક વિચારની આ યોજના પૂર્ણપણે અસ્‍વીકાર્ય છે.ઉપરોક્‍ત સંજોગોમાં,સરકારની અનીતિ સામે ઉગ્ર વિરોધ નોંધાવવો જરૂરી બન્‍યો છે.  તેથી એલઆઈસીના તમામ કર્મચારીઓને સબસ્‍ક્રિપ્‍શન માટે જે દિવસે એલઆઈસી આઈપીઓ ખુલશે તે દિવસે લંચ રિસેસ પહેલાની બે કલાકની વોક-આઉટ સ્‍ટ્રાઈકમાં જોડાવા માટે આહવાન કરાયું છે.  રાજકોટ ઓફીસ સહીત દેશભરમાં બે કલાક હડતાલ પાડવા કર્મચારીઓ કટીબધ્‍ધ બન્‍યા છે. બે યુનિયનો AIIEA ના શ્રીકાંત મીશ્રા તથા AILICEF ના રાજેશકુમારે ખાસ પરિપત્ર જાહેર કર્યો છે.

(11:45 am IST)