Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

સામુહિક દૂષ્‍કર્મના આરોપી વિશાલ અને કિશનની હવસખોરી પોલીસે ભુલાવી દીધી

આઇયુસીએડબલ્‍યુ અને કુવાડવા પોલીસે પકડી લઇ આકરી કાર્યવાહી કરી : રાજકોટના પીપળીયા અને નાગલપરના બંને શખ્‍સોએ બાળાને છ માસમાં અવાર-નવાર શિકાર બનાવી હતી

રાજકોટ તા. ૨૬: કુવાડવા પંથકના  બે ગામના બે શખ્‍સોએ શાળાએથી છુટીને ઘરે જઇ રહેલી ૧૧ વર્ષની બાળાને ઉઠાવી જઇ સ્‍મશાન પાસે લઇ જઇ સામુહિક બળાત્‍કાર ગુજાર્યો હતો. છએક મહિનામાં બંનેએ અવાર-નવાર બાળાને હવસનો શિકાર બનાવી હતી. આ મામલે નોંધાયેલા ગુનામાં બંનેને પોલીસે પકડી લઇ હવસખોરી ભુલાવી દીધી હતી.

કુવાડવા પોલીસ મથકમાં ભોગ બનનાર બાળાના માતાની ફરિયાદ પરથી ગુનો નોંધાયો હતો. આ ગુનામાં શિવાલ ખીરાભાઇ રોરીયા (કોળી) (ઉ.વ.૨૦-રહે. પીપળીયા ચંદુભાઇ પાનવાળાની સામે, પંચાયત ઓફિસની બાજુમાં તા. રાજકોટ) તથા કિશન જેરામભાઇ દાદુકીયા (કોળી) (ઉ.વ.૨૧-રહે. નાગલપર, ચામુંડા પાન પાસે કોળી વાસ, તા. રાજકોટ)ને પકડી લેવામાં આવ્‍યા છે. આ બંને સામે આઇપીસી ૩૭૬ (૨) (જે) (એન), ૩૭૬-એ (બી), ૩૭૬-ડી (બી), ૩૭૬ (૩), ૩૬૩, ૧૧૪ તથા પોક્‍સોની કલમ હેઠળ ગુનો દાખલ થયો હતો.

બંનેના કોરોના ટેસ્‍ટ નેગેટિવ આવતાં ધરપકડ કરી વિશેષ પુછતાછ શરૂ કરવામાં આવી છે. પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી મહિલા સેલ આર. એસ. બારીયાની સુચના મુજબ આઇયુસીએડબલ્‍યુ યુનિટના પીઆઇ એસ. આર. પટેલ, કુવાડવા પીઆઇ બી. એમ. ઝણકાટ, પીએસઆઇ એન. આર. વાણીયા, હેડકોન્‍સ. અરવિંદભાઇ મકવાણા, કોન્‍સ. વિરદેવસિંહ, મુકેશભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(12:54 pm IST)