Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

શાષ્ત્રીમેદાન સ્‍થિત એગ્રોટેક કૃષિ મેળાનો કાલે છેલ્લો દિવસ

ખેડુત ભાઇઓને ઉપયોગી માહીતી મળશે

રાજકોટઃ અહીના શાષાી મેદાન ખાતે ર૪ થી ર૭ તારીખ સુધી આયોજીત એગ્રોટેક કૃષિમેળાનો વિનામુલ્‍યે આ કૃષિ પ્રદર્શન સવારે ૯ વાગ્‍યાથી સાંજે ૭ વાગ્‍યા સુધી ખેડુતભાઇઓ લાભ લઇ રહયા છે.

એગ્રોટેક કૃષિમેળોમાં દાંતરડાથી માંડીને કોમ્‍પ્‍યુટર, કરવત, કટરથી માંડીને ટ્રેકટર અને રોટાવેરટ સુધીના યંત્રો અને ઓજારો પ્રદર્શીત થયા છે. ડ્રીપ ઇરીગેશન, સ્‍પ્રીન્‍કલર, સબ મર્શીબલ પંપ વગેરે પસંદ કરવાની તક મળે છે. આધુનીક ખેતી માટેની પ્રાથમીક સમગ્ર રાસાયણીક ખાતર, સેન્‍દ્રીય ખાતર, હાઇબ્રીડ બિયારણ, જંતુનાશક દવાની વિશાળ શ્રેણી આવા કૃષિ મેળામાં એક જ જગ્‍યાએ હોવાથી સરખામણી કરવાની તક મળે છે. તેમજ જે તે ઉત્‍પાદક કંપનીની પ્રતિનિધિ કૃષી વૈજ્ઞાનીક કૃષી અધિકારી સાથે રૂબરૂ ચર્ચા કરી શકાય છે અને ખેતીની ટેકનીકલ સમસ્‍યાઓનો ઉકેલ મેળવે છે.

આજના મોબાઇલ યુગમાં ખેતીની ટેકનોલોજી પણ હાથવગી થઇ છે. ત્‍યારે ઘણી કંપનીઓ સ્‍માર્ટ ફોનમાં કૃષિ માહીતીની એપ્‍લીકેશન ડાઉન લોડ કરી આપે છે. દરેક સંશોધન અને પ્રોડકટ વિશેનું સચિત્ર સાહીત્‍ય વિનામુલ્‍યે ઉપલબ્‍ધ હોય જેનો ખેડુતભાઇઓએ લાભ લેવા યાદીના અંતમાં જણાવાયું છે.

(4:14 pm IST)