Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

નવાગામ રંગીલા સોસાયટીમાં તીનપતીનો જુગાર રમતા છ પકડાયા

કુવાડવા પોલીસનો દરોડો : ૧૫ હજારની રોકડ કબ્‍જેW

રાજકોટ,તા. ૨૬: નવાગામ આણંદપર રંગીલા સોસાયટીમાં કુવાડવા પોલીસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા છ અને સરધાર પાસેથી વરલીનો જુગાર રમતા બે શખ્‍સોને આજીડેમ પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ નવાગામ આણંદ પર રંગીલા સોસાયટીમાં કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્‍સ. એ.ડી.મકવાણા અને કોન્‍સ. વિશદેવસિંહ જાડેજાને બાતમી મળતા રંગીલા સોસાયટી સરકારી સ્‍કુલની પાછળ દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા રંગીલા સોસાયટીમાં રહેતા વિક્રમ ખીમજીભાઇ સાકરીયા, મહેશ ભુપતભાઇ સામરીયા, રાજુ શીવાભાઇ સોલંકી, નવધણ ખીમજીભાઇ સાકરીયા, દિનેશ અમરશીભાઇ રાજપરા અને ધીરૂ રામજીભાઇ ઝરવરીયાને પકડી લઇ રૂા. ૧૫,૩૫૦ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી. આ કામગીરી પી.આઇ. બી.એમ.ઝણકાટના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.આર. વાણીયા, હેડ કોન્‍સ. એ.ડી.મકવાણા, હેડ કોન્‍સ. એ.બી.લોખીલ, કે.કે.પરમાર, કોન્‍સ. દેવેન્‍દ્રસિંહ જાડેજા, મુકેશભાઇ સબાડ, નીલેશભાઇ સરવૈયા અને રઘુવીરભાઇ ગઢવી દ્વારા કરવામાં આવી હતી.

જ્‍યારે બીજા દરોડામાં આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ એમ.ડી. વાળા હેડ કોન્‍સ. ધનુભાઇ ચૌહાણ સહિતે બાતમીના આધારે સરધાર નજીક દરોડો પાડી વરલી ફીચરના આંકડા લખી જુગાર રમતા આશીષ ઉર્ફે જલારામ પ્રવિણભાઇ કાનાબાર (ઉવ.૩૪) (રહે. આજીડેમ માનવસરોવર પાર્ક) અને અમિત ચંદુભાઇ બારૈયા (ઉવ.૨૧) (રહે. સરધારગામ ભુપગઢ રોડ ૧૦૦ વારીયા પ્‍લોટમાં) પકડી લઇ રૂા. ૧૨,૩૫૦ની રોકડ તથા બે મોબાઇલ મળી રૂા. ૧૮,૩૫૦ની માલમતા કબ્‍જે કરી હતી.

(2:52 pm IST)