Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

એડવોકેટ પંડિત વિરૂધ્‍ધ દુષ્‍કર્મની પીડીતાએ ગંભીર આક્ષેપો અંગે કરેલી ફરીયાદ રદ

રાજકોટ તા. ર૬ : રાજકોટના એડી.સિનીયર સિવિલ જજ અને એડી.ચીફ જયુડિશિયલ મેજિસ્‍ટ્રેટ શ્રી એસ.જે. પંચાલે રાજકોટના ભકિતનગર વિસ્‍તારમાં રહેતી સોની જ્ઞાતિની યુવતીએ રાજકોટ ના વકીલ સંજય પંડિત તથા અન્‍યો વિરૂધ્‍ધ આઇ.પી.સી.ની કલમ ૪૧૯, ૪૬પ, ૪૬૭, ૪૭૧, ૧૯૩, ૧૯પ, ૧૯૬, ૧૯૯, ર૦૦, ર૦૩, ૩૪, ૧ર૯ (બી), ૧૧૪ મુજબની ફરીયાદ આપેલ હતી જે ફરીયાદ કાઢી નાખતો સીમા ચિન્‍હ હુકમ ફરમાવેલ છે.

અત્રે નોંધનીય છે કે આજ યુવતીએ વર્ષ ર૦૧પ માં રાજકોટ એન્‍જી. એશો.ના ભૂતપૂર્વ વિરૂધ્‍ધ દુષ્‍કર્મની ફરીયાદ મહિલા પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલ હતી જે ફરીયાદ ઉપર હાલ કોર્ટે સ્‍ટે ફરમાવેલ છે અને આરોપીને ધરપકડ માટે રક્ષણ આપેલ છે.

યુવતીએ પોતાની ફરીયાદમાં કરેલ આક્ષેપો મુજબ તેણે અગાઉ રાજકોટ એન્‍જી. એશો.પ્રમુખ વિરૂધ્‍ધ કરેલ ફરીયાદના આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં તા.૧ર/૧૦/ર૦૧૯ ના રોજ એક અરજી સોગદનામાથી રજુ કરેલ હતી જે અરજીએ બાબતની હતી કે આ આરોપીને રાજકોટ-જામનગર હાઇવે ઉપર આવેલ પરાપીપળીયા ગામના રહેવાસી દીનાબેન નરેશભાઇ સોલંકીએ તેના પતિ નરેશ સોલંકીને આ યુવતીની માયાજાળમાંથી છોડાવી પોતાનો લગ્ન સંસાર બચાવવા રાજકોટ પોલીસ કમિશનરને અરજી કરેલ હતી જે અરજીની નલક આ દુષ્‍કર્મના આરોપીને ટપાલ દ્વારા મળેલ હોવાની હકિકત આરોપીએ પોતાના હાઇકોર્ટ સમક્ષના સોગંદનામામાં કરેલ હતી.

ઉપરોકત અરજી હાઇકોર્ટમાં રજુ થયા બાદ યુવતીએ આ અંગે રાજકોટ પોલીસને ફરીયાદ આપેલ હતી કે આ અરજી તેણે અગાઉ તેના કેસમાં એડવોકેટ તરીકે રોકેલ સંજય પંડિતએ દીનાબેન સોલંકીની ખોટી ઉભી કરેલ છે અને દુષ્‍કર્મના આરોપી સાથે મિલાપીપણુ કરી આરોપીને ફાયદો પહોંચે અને તેની દુષ્‍કર્મની ફરીયાદ રદ થઇ જાય તેવી કાર્યવાહી કરેલ હોવાના આક્ષેપો વાળી ફરીયાદો આપેલ જે તમામ અરજીઓમાં પોલીસને તપાસ દરમ્‍યાન કોઇ પુરાવાઓ મળી ન આવતા યુવતીની અરજીઓ ફાઇલે કરી નાખેલ જેથી યુવતીએ કોર્ટમાં ફરીયાદ કરેલ.

ઉપરોકત ફરીયાદ કોર્ટમાં યુવતી દ્વારા લાવવામાં આવતા કોર્ટે આ ફરીયાદ બાબતે ઇન્‍કવાયરીનો હુકમ કરેલ અને ત્‍યારબાદ યુવતી દ્વારા રજુ રાખવામાં આવેલ પુરાવાઓ સાહેદોના નિવેદનો, પોલીસ તપાસના કાગળો વિગેરે ઉપર જીણવટ ભર્યું અવલોકન કર્યાબાદ ફરીયાદની ફરીયાદમાં કોઇ તથ્‍ય ન જણાતા ફરીયાદ કાઢી નાખવાનો હુકમ ફરમાવેલ છે.

(3:04 pm IST)