Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

ઘરેલુ હિંસાના કેસમાં પતિએ ફરીયાદ રદ કરેલ અરજીના સંદર્ભમાં ગુજરાત હાઇકોર્ટનો સ્‍ટે

રાજકોટ તા.ર૬ : પત્‍ની દ્વારા કાયાદાનો દુર ઉપયોગ કરી ડોમેસ્‍ટીક વાયોલેન્‍સ એકટ તળે રાજકોટ મુકામે ફરીયાદ કરતા જેની સામે પતિ આઇ.ટી.આઇ. ઇન્‍સ્‍ટ્રકટરએ ફરીયાદ રદ કરવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે સ્‍ટે. આપી પત્‍નીને હાજર થવા નોટીસ કરી પતિની તરફેણમાં હુકમ કર્યો હતો.

આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે અરજદાર ઉત્તમ હેમતભાઇ દેવમુરારીના લગ્ન આ કામના સામાવાળા ડીમ્‍પલબેન જયદેવભાઇ અગ્રાવત સાથે તા. ર૮/૧/૧૯ ના રોજ લગ્ન હિન્‍દુ શાષાોકત વિધીથી જ્ઞાતિના રીત રિવાજ મુજબ રાજકોટ મુકામે થયેલા હતા. અને લગ્નની શરૂઆતથી જ ડીમ્‍પલબેનનો વ્‍યવહાર, વર્તન સારા ન હતા અને નાની-નાની વાતમાં વડીલોનું માન જાળવતા ન હતા અને અરજદારને સતત રીતે ટોર્ચર કરી માનસીક ત્રાસ આપતા હતા. સામાવાળાને અરજદારના માતા-પિતા સાથે રહેવું ન હોય અને અરજદારને ઘર જમાઇ બનાવવાના ઇરાદે ખોટા વાંક કાઢી ખોટી ફરીયાદો કરી સામાવાળા હેરાન કરતા હોય અને કાયદાનો દુર ઉપયોગ કરી અરજદાર તથા તેના પરિવાર સામે રાજકોટ મુકામે અરજદાર સામે કલમ-૧રપ મુજબ ભરણપોષણ તથા ડોમેસ્‍ટીક વાયોલેન્‍સ એકટ મુજબનો કેસ રાજકોટ મુકામે દાખલ કરેલ.

આથી આઇ.ટી.આઇ.ઇન્‍સ્‍ટ્રકટર ઉતમ હેમતભાઇ દેવમુરારીએ ગુજરાત હાઇકોર્ટ ખાતે પોતાના વકીલ સંજુ જે.નાખવા મારફતે બંને ૪૯૮ ની ફરીયાદ રદ કરાવવા હાઇકોર્ટ ખાતે પીટીશન ફાઇલ કરેલ જેમાં બંનેમાં ગુજરાત હાઇકોર્ટે સ્‍ટે આપેલ હતો. ત્‍યારબાદ ડિમ્‍પલબેન દ્વારા રાજકોટ ખાતે ડોમેસ્‍ટીક વાયોલેન્‍સ એકટ તળેની જે ફરીયાદ કરેલ હતી તે ફરીયાદ રદ કરાવવા પણ ગુજરાત હાઇકોટમાં પીટીશન ફાઇલ કરેલ જેમાં મુખ્‍યત્‍વે જણાવેલ કે સામાવાળા વારંવાર ખોટી ફરીયાદ કરવાની ટેવ વાળા હોય અને  સામાવાળાનો દુર ઉપયોગ કરી ખોટા આક્ષેપો -એલીગેશનોથી હાલની આ ફરીયાદ કરેલી છે જે ફરીયાદ છે જે ફરીયાદ રદ કરવી અને સાથે સાથે સ્‍ટેની પણ માંગણી કરેલ હતી જે ગુજરાત હાઇકોર્ટમાં પ્રાઇમાફેસી કેસની રજુઆતને ધ્‍યાનમાં લઇ ગુજરાત હાઇકોર્ટદ્વારા ડોમેસ્‍ટીક વાયોલેન્‍સ એકટ તળેની ફરીયાદ સ્‍ટે કરવાનો હુકમ પતિ ઉત્તમભાઇની તરફેણમાં કરી અને પત્‍નીને નોટીસ ઇસ્‍યુ કરેલ છે.

ઉપરોકત કેસમાં અરજદાર આઇ. ટી. આઇ. ઇન્‍સ્‍ટ્રકટ ઉત્તમભાઇ હેમતભાઇ દેવમુરારી તરફે જામનગરના યુવા એડવોકેટ સંજુ જીતેન્‍દ્ર નાખવા અને સીનીયર એડવોકેટ અનવેશ વ્‍યાસ રોકાયેલ છે.

(3:05 pm IST)