Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

મ.ન.પા.દ્વારા જુદા જુદા સંવર્ગોની લેખિત પરીક્ષાના કોલલેટર ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલ હતી જેમાં (૧) સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર, (ર) નાયબ કાર્યપાલક ઇજનેર(સિવીલ), (૩) ઓસ.એન્‍જી (મિ.કે.) (૪) આસી.એન્‍જી.(સીવીલ) અને (પ) એકાઉન્‍ટ કલાર્ક આમ કુલ-પ સંવર્ગની લેખિત પરીક્ષા આગામી તા.૮ મેના રોજ રાજકોટ શહેરના જુદા-જુદા કેન્‍દ્રો ખાતે લેવામાં આવનાર છે આ તમામ સંવર્ગની લેખિત પરીક્ષાના કોલલેટર રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પરથી ડાઉનલોડ કરવા ખુલ્લા મુકવામાં આવેલ છે સંબંધિત સંવર્ગમાં ઉમેદવારી કરેલ ઉમેદવારે કોલ લેટર ડાઉનલોડ કરી લેવા અને તેમાં જણાવેલ તારીખ સ્‍થળ અને સમય મુજબ લેખિત પરીક્ષામાં હાજર રહેવા ઉમેદવારોને જાણ કરવામાં આવે છે તેમ મ.ન.પા. તંત્રની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

 

(3:54 pm IST)